Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૧૮મી ઓક્ટોબર ૨૦૨૫ થી તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૫ (બંને દિવસો સહિત) જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો/રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવે છે. 

Share

ભરૂચ

ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની માફક દિવાળીનો પર્વ ઉજવવામાં આવનાર છે. દિવાળીનાં પર્વની ઉજવણીનાં ભાગરૂપે ફટાકડા/દારૂખાનું ફોડવામાં અડચણ થાય તેવો પૂરો સંભવ સંભવ છે. ફટાકડા/દારૂખાનું જાહેર રસ્તા ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફીકને અડચણરૂપ બને તેમ છે. આથી ભરૂચ જિલ્લામાં આવેલા જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે. એન.આર.ધાધલઅધિક જિલ્લા મેજીસ્ટ્રેટભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ ની કલમ (૩૩(૧) (યુ) અન્વયે મળેલ સત્તાની રૂ એ ફરમાવું છું કેતા.૧૮/૧૦/૨૦૨૫ થી તા.૨૩/૧૦/૨૦૨૫ (બંને દિવસો સહિત) દરમ્યાન ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો /રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું. દારૂખાનું/ફટાકડા ખુલ્લા મેદાનકોમન પ્લોટમાં ફોડી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ” માં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો

ProudOfGujarat

ભારત સરકારના ઊર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

ProudOfGujarat

ગાંધીજી સતત પ્રવાસ કરતા અેટલે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ લખતાં… ગાંધીજી, જ્યાં હોય ત્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!