Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ ખાતે કોઈપણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનીંગ કેમ્પ યોજાયો

Share

હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુકત ઉપક્રમે આયોજન
ભરૂચ.
દહેજ ભારતનું સૌથી વિશાળ તેમજ કાર્યરત પીસીપીઆઈઆર એરિયા છે જયાં આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ જેવા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. અહીંયા આવેલી ફેકટરીઓમાં ટ્રેનિંગના અભાવે તેમજ અજ્ઞાનતા વશ અનેક પ્રકારના આગ તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે. આવા સમયે કુશળ કામદારોને અકસ્માત, આગ, સુરક્ષા અને સલામતી તેમજ કોઈપણ જાતના ડીઝાસ્ટરને પહોંચી વળવા માટે તાલીમ આપવી ખુબ જ જરૂરી છે.
જે અંતર્ગત આજરોજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંકુલ ખાતે ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના માર્ગદર્શન હેઠળ, હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએનના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં આશરે ૧૫૦ જેટલા કામદારોએ ઉત્સાહભેર તાલીમમાં ભાગ લીધો હતો. ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ભેસીક ટ્રેનીંગ ઓન, ફર્સ્ટ એડ, ફાયર-સેફટી એન્ડ સીકયુરીટી વિષય પર પ્રેકટીકલ તેમજ થીયેરી ટ્રેનીંગ આપવામાં આવી હતી.
જેને દહેજના સમગ્ર ઈન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યુ હતું. છેલ્લા વણા સમયથી સમગ ભરૂચ જિલ્લામાં આગ તેમજ અકસ્માતોની દુર્ઘટના ઘટાડવા માટે ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.બી.ગામીત દ્વારા ઉદ્યોગોને ટ્રેનીંગ આપવાની મુહીમ શરૂ કરવામાં આવી છે. તેને સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાંથી આવકાર મળી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.બી.ગામિત, એસ.પી.પાઠક, વી.એ.હડવદીયા તેમજ દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનનના જનરલ મેનેજર એમ.બી.પટેલ તેમજ હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ કાઉન્ડેશનના ધનંજયસિંહએ જાતે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતુ

Share

Related posts

ડેડીયાપાડા વિસ્તારમાં સામુહિક બળાત્કારના ગુનાના તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરતી નર્મદા પોલીસ.

ProudOfGujarat

ગરીબ બાળકો ઉચ્‍ચ શિક્ષણ મેળવે તે માટે રાજય સરકાર ટુંક સમયમાં નવા અભિયાનની ઘોષણા કરશે  – મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી..

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!