Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એન.એચ. 48 પર હિટ એન્ડ રન:ટ્રાફિક નિયમન કરતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું.

Share

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. પાનોલી પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ મદ્દ્દ થી તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટના અંકલેશ્વરના પાનોલી નજીક બની હતી. મૃતક પોલીસકર્મીનું નામ વિવેક સિંહ ડાભી હતું, જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી, જે જીવલેણ સાબિત થઈ.ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજની મદદથી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં પત્રકાર સંઘની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ચુનારાવાડ વિસ્તારમાં રોડ નહીં બનતા રહિશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

ધ કિંગ ઓફ એક્શન પાછો આવ્યો છે — ટાઇગર શ્રોફે બાગી 4 નું ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!