Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મંગેતરના પ્રેમીએ યુવાનને સંબંધ તોડી નાંખવા ધમકાવ્યો, ન માન્યો તો ગળે ચપ્પુ મારી દીધું

Share

ભરૂચના દલાલ સ્કૂલ પાસે આવેલાં ટાવર નજીક બનેલી ઘટના
એક ફૂલ દો માલી જેવો કિસ્સો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો
|ભરૂચ|
ભરૂચ શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે રહેતો મોહંમદ અબરાર રીયાઝ મન્સુરી દરરોજ રાત્રે સાડાદશથી અગિયાર વાગ્યાના અરસામાં દલાલ સ્કૂલ પાસે આવેલાં ટાવર નજીક મિત્રો સાથે ભેગા થાય છે. અને ત્યાં તેઓ વાતચિત – ગેમ રમે છે. તેનો મિત્ર મુહાફીસ સોયેબ અબ્દુલમજીદ મન્સુરી (રહે. એદ્રુસ મસ્જીદ પાસે, હજારી ટેકરો) પણ રોજ તેમની સાથે આવે છે. તેના મિત્ર મુહાફીસની ગત 28મી જાન્યુઆરી 2024ના રોજ ઉમા ફાતિમા શાબીર શેખ સાથે સગાઇ થી હતી. જોકે, ઉમા ફાતિમા સાથે સિપાઇવાડ વિસ્તારમાં રહેતો મોહમદ કેફ ઇકબાલ મલેક પણ વાતચિત કરતો હતો. જે અંગે મુહાફીસને જાણ થતાં ત્રણ-ચાર મહિના પહેલાં મુહાફીસ અને ઉમા ફાતિમાના પરિવારજનોએ બેઠક કરતાં ઉભા ફાતિમાએ મુહાફિસ સાથે જ સંબંધ ચાલુ રાખવાનું અને મોહંમદ કેફ સાથે સંબંધ તોડી નાંખવાનું કબુલ્યું હતુ.
દરમિયાનમાં ગઇકાલે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસમાં મોહમદ અબરાર તેમજ મુહાફીસ તેમજ અન્ય મિત્રો ટાવર પાસે ભેગા થયાં હતાં. ત્યારે મુહાફીસે તેમને જણાવ્યું હતું કે, મોહંમદ કેફને તેની સાથે વાતચિત કરવી હોઇ તે ત્યાં આવવાનો છે. થોડા સમય બાદ મોહમદ કેફ આવતાં તેણે મુહફીસને એકલતામાં વાત કરવી છે કહી થોડે દૂર લઇ ગયો હોત. થોડાવાવાતચિત થયાં બાદ મોહંમદ કેફ અચાનક ઉચા અવાજે બોલાવા લાગ્યો હતો. તેમજ ઉમા ફાતિમા મારી સાથે પણ વાત કરે છે. જેથી તું સગાઇ અને સંબંધ તોડી નાંખ તેમ કહેતાં મુહાફીસે ના પાડતાં તેણે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. મિત્રો છોડાવવા જતાં મોહમદ કેફે છરો કાઢી મુહાફિસના ગળા પર મારી દેતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી મો. અબરાર, મુહફીસનો ભાઇ મુફીઝ, મિત્ર અલ્માસ તેમજ અન્ય એક સાહિલને છરાથી ગંભીર ઘા કર્યાં હતાં. બુમરાણને પગલે આસપાસના લોકો દોડી આવતાં મોહમદ કેફ ત્યાંથી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સ્ક્રેપ અંગે લાંચ લેતા ઈન્સ્પેક્ટરની તપાસમાં વધુ ભેદભરમ ખુલે તેવી સંભાવના…

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કારનો અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

રૂપિયા એક કરોડના ખર્ચે ઉંમરગામ તાલુકાના દેહરી ખાતે બનેલ સરકારી હોસ્પિટલ નું લોકાર્પણ :સ્નાનિકો માં ખુશીની લહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!