Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઇક હટાવવા મુદ્દે તકરારમાં શખ્સે યુવાનના ગળે ચપ્પુ માર્યું

Share

ભરૂચની મુન્શીની ખડકી વિસ્તારમાં બનેલી ઘટના
|ભરૂચ|
ભરૂચ શહેરના હાજીખાના બજાર પાનખાડી કુંભારવાડ વિસ્તારમાં રહેતો પ્રવિણ શાંતીલાલ પટેલ તેમની બાઇક પર પત્ની સાથે દત્તમંદિર પાસે આવેલી ધોબીની દૂકાને કપડાં લેવા ગયાં હતાં. તેમની પત્ની દૂકાનમાં ગઇ હોઇ તેઓ બહાર બાઇક પર તેમની રાહ જોઇ રહ્યાં હતાં. દરમિયાનમાં પાછળથી મુન્શીની ખડકીમાં રહેતો હરેશ રાણા તેની બાઇક લઇને આવ્યો હોઇ તેણે તેમને તારી બાઇક રોડ પરથી હટાવ મારે ઉતાવળ છે તેમ કહેતાં પ્રવિણ પટેલ તેમની બાઇક હટાવી રહ્યાં હતાં. તે વેળાં હરેશે અચાનક ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં અને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. જેના પગલે તેમની પત્ની આવી જતાં તેમણે અને અન્ય લોકોએ તેમને છોડાવતાં હરેશ રાણા ત્યાંથી જતો રહ્યો હતો. અને પ્રવિણ પણ તેના ઘરે જતો રહ્યો હતો. તેણે તેના ફળિયાના કેટલાંક લોકોને જણાવી હતી. જે બાદ તેઓ તેમજ તેમની પત્ની અને ફળિયાને કેટલાંક માણસો હરેશના ઘરે તેને સમજાવવા જતાં ત્યાં હરેશ અને બે મહિલાઓ જમવા બેઠાં હતાં. ત્યાં તેઓ તેમને શાંતીથી સમજાવવાનો પ્રયાસ કરતાં બન્ને મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો. બીજી તરફ હરેશે નજીકમાં પડેલાં શાકભાજી કાપવાનું ચપ્પુ ઉંચકી પ્રવિણના ગળાના નીચેના ભાગે મારી દેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

ચોરીની બે મોટર સાયકલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

વડોદરા : પાઇપલાઇન ગેસના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!