Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશને ગરીબ રથ ટ્રેન સામે યુવાન-યુવતીએ ભુસકો માર્યો : યુવાનનું મોત

Share

ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાઇ

બન્નેની ઓળખ મેળવવાની રેલવે પોલીસની કવાયત શરૂ

Advertisement

|ભરૂચ|
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રવિવારે સાંજના સમયે વડોદરા- દિલ્હી તરફ જતી ગરીબ રથ ટ્રેનની સામે એક યુવાન અને યુવતીએ ભુસકો માર્યો હતો. ઘટનામાં યુવાનનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક યુવાન તેમજ ઇજાગ્રસ્ત યુવતીની ઓળખ મેળવવા માટેની કવાયત શરૂ કરી છે.
ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઇને બેઠાં હતાં. તે વેળાં ગરીબ રથ ટ્રેન વડોદરા-દિલ્હી તરફ જતી ગરીબ રથ ટ્રેન આવતાં એક યુવતી તેમજ યુવાને અચાનક ટ્રેનની સામે ભુસકો મારી દીધો હતો. ઘટનાને જોઇને ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઇ ગયાં હતાં. મહિલા-બાળકો ગભરાઇ ગયાં હતાં. ઘટનામાં યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે યુવતીને પણ ગંભીર ઇજાઓ થઇ હોવા છતાં તેનો જીવ હજી બાકી હોઇ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી બેભાન હોવાને કારણે યુવક અને યુવતી વચ્ચે શું સંબંધ છે, તેઓ કોણ છે? ક્યાંથી આવ્યાં હતાં ? ક્યાંના વતની-રહેવાસી છે? તેમણે આંત્યેતિક પગલું ભરવાનો પ્રયાસ કેમ કર્યો તે સહિતના પ્રશ્નોનો હજી કોઇ ઉત્તર મળી શક્યો ન હોવાથી હાલમાં પોલીસ અલગ અલગ ટીમોને દોડાવી તેમની ઓળખ મેળવવા અને તેમના પરિવારજનોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.


Share

Related posts

વાંકલ : તાઉતે વાવાઝોડાએ સર્જેલી તારાજીને પગલે યુદ્ધના ધોરણે સર્વે અને સહાય વિતરણ.

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1231 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે જલારામ નાળું બંધ કરાયું  છતાં યુવક નીકળવા જતા પટકાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!