વાંકલ ::
ઉમરપાડા ના વાડી ગામ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી દ્વારા ગ્રામીણ ઓલમ્પિક સ્પર્ધા 22ઓક્ટોબર 2025 બુધવાર ના નવા વર્ષ ના દિવસે સ્પર્ધા યોજાશે.વાડી ખાતે છેલ્લા 39વર્ષથી કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવે છે.આ સ્પર્ધામાં 150જેટલી ટીમો ભાગ લઈપોતાની ટીમ નું પ્રદર્શન કરે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, અમદાવાદ,વડોદરા, મહીસાગર,તાપી,ભરૂચ,નર્મદા,સુરત, દાહોદ, જેવા જીલ્લા ઓ માંથી રમત માં ભાગ લેવા ખેલાડીઓ આવે છે. આ ટુર્નામેન્ટ માં પ્રથમ ઇનામ 51,001રૂપિયા, બીજું ઇનામ 31001રૂપિયા, ત્રીજું ઇનામ 21001રૂપિયા, ચોથું ઇનામ 12001ઇનામ આપવામાં આવશે.આ સ્પર્ધાના મુખ્ય આયોજક ગણપતસિંહ વસાવા, નિવૃત ડીવાયએસપી. અમરસિંહ વસાવા,ભીમસિંહ વસાવા,માનવ સહારા ટ્રસ્ટનાપ્રમુખ રિતેશ વસાવા, સરપંચ ભુપેન્દ્ર વસાવા,હરીશ વસાવા, અમૃત ભાઈ, ગામના યુવાનો, આગેવાનો વડીલો,એ ખુબજ ઉત્સાહપૂર્વક મહેનત કરી કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરતાં હોય છે.l
