દાયકાઓથી દાગીના સ્વરૂપે સોનું ભારતીય પરિવારોનો અભિન્ન હિસ્સો રહ્યો છે જે પરંપરા અને મૂલ્યને મૂર્ત રીતે સાચવવાનું પ્રતીક છે. જોકે તેના સાંસ્કૃતિક આકર્ષણની સાથે સાથે એક વ્યવહારુ પડકાર પણ રહેલો છે. લગડી કે સિક્કા જેવા ભૌતિક સ્વરૂપે સોનાને ઘરમાં કે લોકરમાં સુરક્ષિત રીતે સાચવવું પડે છે જેના લીધે ચોરીનું જોખમ અને ઇન્શ્યોરન્સ જેવા વધારાના ખર્ચ વધી જાય છે.
આજના જટિલ નાણાંકીય વિશ્વમાં દાગીના કે સિક્કાથી આગળ વધીનો સોનું તમારી રોકાણની સફરમાં કેવ રીતે ફિટ બેસી શકે છે તે અંગે તમારે ફરીથી વિચાર કરવાની જરૂર છે. પરંપરાગત રીતે ઇક્વિટીને સંપત્તિ સર્જન માટે પસંદ કરવામાં આવે છે પરંતુ હાલના બજારની અસ્થિરતાને જોઈને વધુ સંતુલિત અભિગમ અપનાવવો જોઈએ. સોનું તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા પ્રદાન કરી શકે છે જે ફુગાવા સામે હેજ અને અસ્થિર સમયમાં સુરક્ષાની જાળ પૂરી પાડી શકે છે.
આઉટપર્ફોર્મન્સઃ સોનાએ ઐતિહાસિક રીતે જોખમ સામે વળતરના નીચે મુજબના રેશિયોને ધ્યાનમાં લેતા મોટાભાગના સમયમાં ઇક્વિટીથી સારો દેખાવ કર્યો
સ્ત્રોતઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, એમએફાઈ, નિફ્ટી 50 ટીઆરઆઈ વિ. ભારતીય રૂપિયામાં સોનાની કિંમતો, 30 સપ્ટેમ્બર 2025ના ડેટા મુજબ
છેલ્લા એક દાયકામાં સોનાએ અનેક એસેટ ક્લાસને સતત મ્હાત કર્યા છે અને ભારતીય રોકાણકારો માટે વાર્ષિક 15 ટકા ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. કટોકટી, જેમ કે વૈશ્વિક નાણાંકીય સમસ્યા, રોગચાળો, અનિશ્ચિતતા કે ભૂરાજકીય ઉથલપાથલના સમયમાં તેની સ્થિતિસ્થાપકતા તેને પોર્ટફોલિયો અસ્થિર કર્યા વગર ઇક્વિટીઝની પૂરક બનાવવા માટે યોગ્ય પસંદગી બનાવે છે.
સોનામાં કિફાયતી, અનુકૂળ અને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ ઇચ્છતા રોકાણકારો માટે, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) અને ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ (FoF’s) જેવા આધુનિક સોનાના રોકાણ વિકલ્પો વધુ સારા વિકલ્પો પ્રદાન કરે છે.
ગોલ્ડ ઇટીએફ અને ફંડ ઓફ ફંડ્સઃ રોકાણ કરવાના સ્માર્ટ વિકલ્પો
ગોલ્ડ ઇટીએફ: સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડેડ થતા હોવાથી તે સોનાના ભાવને નજીકથી દર્શાવે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે ફક્ત યુનિટ્સ રાખવા માટે ડીમેટ એકાઉન્ટ અને તેમાં વ્યવહાર કરવા માટે ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર પડે છે.
ગોલ્ડ એફ.ઓ.એફ.એસ.ફંડ ઓફ ફંડ્સ (FoFs): રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં સોનામાં રોકાણ વધારવા માટે ફંડ ઓફ ફંડ્સનો ઉપયોગ પણ કરી શકે છે. સામાન્ય રીતે તે એવા રિટેલ રોકાણકારો માટે બનાવાયા છે જેમની પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ નથી. રોકાણકારો એસઆઈપી, એસટીપી અને લમ્પસમ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ રોકાણ કરી શકે છે. ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ ઓપરેશનલ મુશ્કેલીઓને પણ દૂર કરે છે અને સોનામાં રોકાણ માટે સરળ એક્સેસ પ્રદાન કરે છે. શુદ્ધતા, મેકિંગ ચાર્જીસ અથવા સ્ટોરેજની મુશ્કેલીઓ વિશે ચિંતા કરવાના દિવસો ગયા. આ ડિજિટલ રીતો સાથે, તમે એસેટ્સને ફિઝિકલી સાચવવાની ચિંતા વિના સરળ, પારદર્શક અને કિફાયતી રીતે સોનું મેળવી શકો છો.
સોનુઃ તમારા પોર્ટફોલિયોની લક્ષ્મી
ધનતેરસ પર પરિવારો લક્ષ્મી પૂજા કરે છે, સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, ત્યારે તમારા પોર્ટફોલિયોમાં સોનાનો સમાવેશ કરવાનો મુદ્દો હજુ પણ આકર્ષક છે. ઇટીએફ હોય કે ફંડ ઓફ ફંડસ, સોનું માત્ર સંપત્તિનું રક્ષણ કરતું નથી પણ બજારની અશાંતિ દરમિયાન સ્થિરતા પ્રદાન કરતી વખતે લાંબા ગાળાના વળતરમાં પણ વધારો કરી શકે છે.
આજના અસ્થિર રોકાણના માહોલમાં સોનું સંપત્તિ નિર્માણનો સુવર્ણધારી સાથી બની રહ્યું છે. આ એવી ચિરકાલિન સંપત્તિ છે જે પરંપરાને આધુનિક નાણાંકીય સમજદારી સાથે જોડે છે.
