Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિવારજનો ગોવા ફરવા ગયાં ને તસ્કરોએ ઘરમાં કુલ 4 લાખનો હાથફેરો કરી રફૂચક્કર 

Share

જીએનએફસીના મિકેનિકલ મેન્ટેનન્સ મેનેજરના ઘરે તસ્કરોની ધાપ ઘરે પરત આવ્યાં તો દરવાજાનો નકુચો તુટેલો, ઘરમાં સામાન વેરવિખેર હતો

ભરૂચ.

Advertisement

ભરૂચની જીએનએફસી ટાઉન શીપ રોડ પર આવેલી શ્રેયસ સોસાયટીમાં રહેતાં આકાશ દિલીપ પટેલ જીએનએફસીમાં મિકેનિકલ મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 16મી ઓક્ટોબરના રોજ તેઓ તેમની પત્ની, પુત્રી, સાસુ-સસરા, મામા સસરા, મામી સાસુ તેમ સાસુ એમ મળી તેમનો પરિવાર ગત ભરૂચ રેલવે સ્ટેશનથી ગોવ જવા માટે ટ્રેનમાં બેઠાં હતાં. જ્યાં ફર્યાં બાદ તેઓ ગઇકાલે સવારે પાંચેક વાગ્યે ઘરે પરત આવતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો મિજાગરો તુટેલો હોઇ તેમને ચોરીની શંકા જતાં તેમણે અંદર જઇ જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમજ તજોરી ખુલેલી હોવા સાથે લોક તુટેલી હાલતમાં હતી. જેથી તેમણે પોલીસને જાણ કરતાં ટીમે તુરંત સ્થળ પર દોડી આવતાં તેમની હાજરીમાં તપાસ કરતાં ઘરમાંથી સોનાના દાગીના ેમજ ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા 5 હજાર મળી કુલ 4 લાખની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

ProudOfGujarat

કોની સ્ટ્રેટેજીથી ભરૂચ પંથકમાં વિવિધ બેનંબરી ધંધાઓ ધીમા અવાજે પરંતુ મોટા પાયે ધમધમી રહ્યા છે જાણો વધુ…

ProudOfGujarat

વડોદરાનાં ધનિયાવી ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!