Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજના આંબલી સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતાં 6 ઝબ્બે

Share

ભરૂચ.
પાલેજના આંબલી સ્ટેન્ડ પાસે સિલ્વર કોમ્પ્લેક્ષની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ ટોળું વળી જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પાલેજ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં અનસ ઐયુબ પટેલ, સમીર મુસ્તાક નમાજી, સલમાન અબ્બાસ ચૌહાણ, જાવેદ મહેમુદ લાલા, હનિફ ઇબ્રાહિમ ડેમાં તેમજ ઝાકીર યાકુબ નમાજી નામના 6 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં કુલ 8 હજારથી વધુની રોકડ તેમજ પાંચ મોબાઇલ સહિત કુલ 31 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

કઠલાલમાં પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

ઝઘડીયા : ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગુજરાત  બેંક વરકર્સ યુનિયનનાં આદેશ ના પગલે બેંક કર્મચારીઓ ની પ્રતિક હડતાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!