Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અમલેશ્વર ગામે નજીવા મુદ્દે ઝઘડામાં એક મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા 

Share

મજાકમાં એક બાળકને સપાટો મારતાં મામલો ગરમાયો
ભરૂચ.
અમલેશ્વર ગામના નવીનગરી વિસ્તારમાં રહેતાં જયમલ કરશન રાઠોડ તેમના ઘરે હતાં તે વેળાં તેમનો ભત્રીજો રોહિત ફળિયાના છોકરાઓ સાથે રમતો હતો. તે વેળાં ફળિયામાં રહેતો અનિકેત રાઠોડ ત્યાંથી પસાર થતો હતો. તે વેળાંતેણે તેના હાથમાંથી પ્લાસ્ટીકની પાઇપ તેમના ભત્રીજા રોહિતનેપગમાં મારી દેતાં તે રડવા લાગ્યો હતો. જેથી જયમલે અનિકેતને ઠપકો આપ્યો હતો કે, નાના છોકરાને કેમ મારે છે.તો તે અપશબ્દો બોલતો તેના ઘરે જતો રહ્યો હતો. જેથી તે પણ ભત્રીજાને ઘરે મુકી આવ્યો હતો. અરસામાં બપોરના સમયે તે અને તેની પત્ની ખેતરમાં બકરાચરાવવા ગયાં તે વખતે અનિકેત રાઠોડ તેમ તેનો મામો નગીન બુધા રાઠોડ તેમની પાસે આવ્યાં હતાં. નગીને તે મારા ભાણીયાને કેમ માર્યો કરી તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. મામલો ગરમાતાં તેઓએ બન્નેએ મળી તેમને માર માર્યો હતો. તેવામાં તેમનું ઉપરાણું લઇ શકુ રાઠો તેમજ શારા રાઠોડે આવી તેમણે તેની પત્નીને માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
બનાવને પગલે નગીને પણ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાણેજ અનિકેત રાઠોડે ફળિયામાં  રમતાં છોકરા પૈકી એકને મજાકમાં લાકડી મારતાં તે રડવા લાગ્યો હતો. જેથી જયમલ રાઠોડે તેને મારા ભત્રીજાને કેમ મારે છે કહીં અપશબ્દો ઉચ્ચાર્યાં હતા. જેના પગલે તે જયમલને સમજાવવા જતાં જયમલે તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલમાં ખસેડાયાં હતાં.

Share

Related posts

અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયતની હદમાં ચાલતી આંગણવાડી નજીક કેમિકલ યુક્ત કચરાના કારણે  બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે

ProudOfGujarat

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

ProudOfGujarat

ભરૂચની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશોનું બિલ્ડર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!