રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે પ્રારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લા ની 46 ટીમ ભાગ લેશે. સમાજમાં એકતા અને આત્મીયતા વધારવા તેમજ યુવાનોમાં ખેલદિલી ની ભાવના વિકસે એ ઉદ્દેશ સાથે આયોજન કરાયું હતું
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા અંકલેશ્વર ના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. સમાજમાં એકતા અને આત્મીયતા વધારવા તેમજ યુવાનોમાં ખેલદિલી ની ભાવના વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ 46 ટીમ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ નટુભાઈ જે. કાપડિયા, દિનેશભાઈ આહીર, પરસોત્તમભાઈ આહીર, ડાયાભાઈ આહીર, સુરેશભાઈ આહીર, નીરૂબેન આહીર સહિત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
