Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રમિકનું મોત

Share

ભરૂચ.

વાગરા તાલુકામાં આવેલાં પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલાં સ્કોન પ્રોજેક્ટ પ્રા.લી.લેબર કોલોનીમાં રહેતાં લાલુ રામકિશન યાદવ નામના સુપરવાઇઝર તરીકે કામ કરે છે. અને સ્કોન પ્રોજેક્ટ કંપનીમાં લેબર સપ્લાય કરે છે. જે હાલમાં હિંડાલ્કો ઇન્ડસ્ટ્રિઝની સાઇટમાં સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. ગઇકાલે લેબરોનો હાફ ડે હોવાથી બપોરના એકાદ વાગ્યા બાદ બધા લેબરો વાગરા બજારમાં શોપિંગ કરવા માટે ગયાં હતાં. દરમિયાનમાં સાંજના છ વાગ્યાંના અરસામાં તેઓ પણ બજારમાંથી ખરીદી કરી પરત આવ્યાં હતાં. રાત્રીના સાડાનવેક વાગ્યાના અરસામાં લેબર કોલોની પાસે એક્સિડેન્ટ થયાની બૂમરાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. જ્યાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતુંં કે, તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં અમૃત ચંદ્રજીત મહતો ( મુળ રહે. ઝારખંડ) ત્યાં મૃત હાલતમાં પડેલો હતો. પુછપરછમાંમાલુમ પડ્યું હતું કે, કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારી તેના બન્ને પગ છુંદી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.મૃતકના દેહને તુરંત વાગરા સરકારી દવાખાને લઇ ગયાં હતાં. બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરાતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયતની હદમાં ચાલતી આંગણવાડી નજીક કેમિકલ યુક્ત કચરાના કારણે  બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે

ProudOfGujarat

વડોદરાના યુવકનું અભિયાન : દશામાની મૂર્તિનું વિસર્જન કરવા નાગરિકોની મદદે આવ્યો

ProudOfGujarat

ભરૂચમાં હાઈટેન્શન લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડ્યો, મોટી દુર્ઘટના ટળી :  કરમાડ-વાંસી રોડ પર જીવતા વીજ વાયરના મોતના ‘કરંટ’થી લોકોમાં ફફડાટ; વારંવારની ઘટનાથી ખેડૂતો-વાહનચાલકોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!