Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : બાવાગોર દરગાહે હવે કલમા લખેલ હશે તેવા ગલેફ ચઢાવી શકાશે નહી..જાણો કેમ?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. હઝરત બાવાગોર ગોરીશાબાવાના નામે પણ ઓળખાય છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. સુફી સંતોની દરગાહો પર ગલેફ( ચાદર) ચઢાવવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. આવા ગલેફ બે પ્રકારના હોય છે. એક સાદા અને બીજા ઉપર કલમા લખેલા હોય છે.

બાવાગોર દરગાહ ટ્રસ્ટ અને વહિવટકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તા.૫ મી મે થી હઝરત બાવાગોરની દરગાહ સહિત દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર કલમા લખેલ ગલેફ ચઢાવી શકાશે નહી. હવેથી દરગાહ પર ફક્ત સાદા ગલેફ ચઢાવી શકાશે. ઉલ્લેખનીય છે કે દરગાહ સંકુલમાં ઘણી દરગાહો બહાર ખુલ્લામાં આવેલી છે. ખુલ્લી દરગાહો પર ચઢાવેલ કલમા લખેલ ગલેફો ઘણીવાર પવનના કારણે દરગાહ પરથી ઉડીને બહાર જતા રહેતા હોય છે, તેને લઇને આ ગલેફ જ્તાં ત્યાં પડી રહેતા હોવાના કારણે ઉપર લખેલ કલમાની બેઅદબી થાય છે તેમજ ધાર્મિક આયતોનું મહાત્મ્ય જળવાતું નથી, તેથી આગામી તા.૫ મી મેથી બાવાગોર દરગાહ સહિત દરગાહ સંકુલમાં આવતી તમામ દરગાહોએ કલમા લખેલા ગલેફ ચઢાવી શકાશે નહી. દરગાહના દર્શનાર્થે આવતા તમામ શ્રધ્ધાળુઓને આ નિયમનું પાલન કરવા દરગાહ વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

મીરે એસેટ રજૂ કરે છે ભારતમાં પ્રથમ પેસિવ બે ઇન્ડિયા નિષ્ક્રિય એનવાયએસઇ એફએએનજી + ફંડસ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટની મિટીંગ મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!