Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કહાનવા ગામે અસ્થિર મગજ યુવતી કુવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ દ્વારા યુવતીને કુવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે દુઃખદ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ગામના વણકરવાસ પાસે આવેલા કુવામાં અસ્થિર મગજની યુવતીએ પડતું મૂક્યું હતું. યુવતીની ઓળખ ગીતાબેન નટવરભાઈ પરમાર (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીની દિમાગી હાલત બરાબર ન હોવાથી તે અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. યુવતી ગતરોજ કોઈને કહ્યા વિના બહાર નીકળી ગઈ હતી.બપોરના આશરે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે વણકરવાસ નજીકના કુવામાં પડતું મૂક્યું હતુ

ઘટનાની જાણ થતા ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થયા હતા.ગામલોકોએ તાત્કાલિક વેડચ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને કુવામાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક.

ProudOfGujarat

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશી રૌતેલાએ પૂછેલ પ્રશ્ન જે ખૂબ વાયરલ થયો.

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધર્મ સભા નું આયોજન કરાયુ …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!