Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનાર શખ્સ સામે ફરિયાદ

Share

સુરતના એક તાલુકાની યુવતિ ભરૂચની કોલેજમાં અભ્યાસાર્થે આવતી હતી

ભરૂચ.
સુરતના એક તાલુકામાં રહેતી યુવતિ ધો. 12 બાદ ભરૂચની એક કોલેજમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. તેના ક્લાસમાં ભરૂચમાં માટલીવાલા સ્કૂલ પાસે આવેલી વસીલા સોસાયટીમાં રહેતાં વસીમ ફારૂક રાજ નામના શખ્સે પહેલાં તેની સાથે મૈત્રી કેળવી હતી. જે બાદ તેણે તેેને ભોળવી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. અરસામાં તેણે યુવતિને પહેલાં નર્મદા કાંઠે લઇ જઇ તેની સાથે વાતચીત કર્યાં બાદ તેને ભરૂચથી વડોદરા તરફ જવાના રોડ પર આવેલી શિવકૃપા નામની હોટલમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમયાંતરે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે વસીમના પરિવારજનો સાથે મળી મામલામાં વાટાઘાટ કરી બન્ને વચ્ચેના સંબંધ બંધ કરાવ્યાં હતાં. યુવતીએ તેનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્રીજુ વર્ષ પુર્ણ થતાં યુવતી તેના ઘરે જ હતી. તે વેળાં વસીમે તેને પુન: કોઇ રીતે સંપર્ક કરી તેને કીમ ચોકડી પાસે મળવાના બહાને બોલાવી હતી. જે બાદ તેને હોટલ ડેલીસા વેલંજામાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ તેને જણાવ્યું હતું કે, તેના પરિવારજનો તેના માટે છોકરો શોધે છે. છતાંય તેણે યુવતીને તે તેની સાથે જ લગ્ન કરશે તેવી લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યુ હતું. જે બાદ તેને છોડીને તે જતો રહ્યો હતો. બાદમાં યુવતી તેના ફોન પર સંપર્ક કરવાની કોશિષ કરતી હતી તે વેળાં વસીમે તેને મારા માતા-પિતા તારી સાથે લગ્ન માટે ઇનકાર કરે છે, તું બીજે લગ્ન કરી લે, હવે મને ફોન કરતી નહીં તેમ કહીં દેતાં યુવતી આખરે પડી ભાંગી હતી. અને તેણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વસીમ વિરૂદ્ધ શારીરિક શોષણ કરવા સબબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

“શબ્દ અને સ્વરૂપનો પવિત્ર સંગમ – ભરૂચમાં ચતુર્વેદનું અનોખું મિલન”

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!