Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર સસ્તા અનાજનીદુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણ નહિ ભરવા આવેદન પાઠવ્યું હતું.

Share

અંકલેશ્વર સસ્તા અનાજની દુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણ નહિ ભરવા આવેદન પાઠવ્યું હતું. નવેમ્બર માસમાં અનાજ વિતરણ થી અણગા રહી વિરોધ નોંધાવશે.

અંકલેશ્વર તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નો ની માંગણી નહિ સંતોષાતા 1 નવેમ્બર થી પંડિત દીનદયાળ સરકારી અનાજ ભંડાર ની દુકાન સંચાલકો હડતાળ પર ઉતરશે.

પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન દ્વારા આગામી નવેમ્બર માસ માં જથ્થા ના ચલણ નહિ બનાવવા તેમજ 1 નવેમ્બર 2025 થી વિતરણ થી અળગા રહેવા અંગે અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ ના રાજ્ય ના એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર તેમજ પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓ ને તેમની વિવિધ પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા હડતાલ નું શસ્ત્ર ઉગાવ્યું છે. તેમના દ્વારા મુખ્ય રજૂઆત માં કમિશન દર માં વધારો. ઈ પ્રોફાઈલ માં તકેદારી સહાયકનો ઉમેરો , સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિ ના સભ્યો ના 80 % બાયોમેટ્રિક વેરિફિકેશન  પરિપત્ર રદ કરવા, સમયસર કમિશન ચુકવણી., અને ટેક્નિકલ તથા વહીવટી પ્રશ્નો ના નિરાકરણો માંગણી કરી છે. જે માંગણી ઓક્ટોબર ના અંત સુધી માસ જો ના સંતોષાઈ કે કોઈ વચગાળા નો માર્ગ ના નીકળશે તો 1 લી નવેમ્બર થી અનાજ વિતરણ થી અળગા રહી વિરોધ નોંધાવશે. તેમ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન પ્રમુખ ભાવસીંગ વસાવા અને ઉપપ્રમુખ નગીન વસાવા એ જણાવ્યું હતું. તેમજ તેમના વડપણ હેઠળ અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.,


Share

Related posts

ભરૂચ : સાઉથ આફ્રિકામાં નિગ્રો લૂંટારુઓ દ્વારા ભારતીયો પર હુમલા થતાં હોવા મામલે કડક પગલાં ભરવા માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

વાંકલ : રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!