ડ્રેનેજ લાઇન સમસ્યા અંગે સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષ સભ્ય ને અને પાલિકા ને વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. દુષિત પાણી માર્ગ પર ફરી વળતા ગાડી સ્લીપ થતી હોવાની પણ ફરિયાદ કરી રહ્યા છે.
અંકલેશ્વર નગરપાલિકા ના વોર્ડ નંબર 7 માં આવેલ ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં અબોલી ગામ તરફ જતા માર્ગ પર ઉભરાતી ડ્રેનેજ લાઈન થી સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસ ઉપરાંત થી ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઈન નું પાણી ઉભરાઈ જવા સાથે અંદર થી તીવ્ર વાસ આવી રહી છે. એટલું જ નહિ. રોડ પર ફરી વળવા ને લઇ વાહનો પણ સ્લીપ થાય છે. પાલિકા વિરોધ પક્ષ ના સભ્યો ને રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં ના ઉકેલ આવતા અંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો હતો. રજુઆત કરવા છતાં પાલિકા ના અધિકારીઓ માત્ર ને માત્ર જોઈએ જતી રહી થઇ જશે જેવા ઠાલા વચનો આપી જતા રહેતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા દુષિત પાણી પાલિકા કચેરી અને સભ્યો ના ધરે ઠાલવવાનું મન બનાવ્યું હોવાનું જણાવી રહ્યા છે. આ અંગે વિરોધ પક્ષના સભ્ય જહાંગીર પઠાણ એ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે 15 દિવસ થી આ સમસ્યા છે કચરો અને દુષિત પાણી માર્ગ પર છવાઈ ગયા છે. જે અંગે રજુઆત કરી છે. મારા વોર્ડ ને અડી ને આવેલ વોર્ડ નંબર 7 ની સમસ્યા અંગે મારે રજુઆત કરવી પડી રહી છે. ત્યારે સ્થાનિક પાલિકા સભ્યો અને પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એ વાત ચોક્કસ છે.
