Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર માં ચૌટા નાકા પાસે મોપેડ ની ડીકી માંથી 4.94 લાખ રૂપિયા ભરેલી થેલી ચોરી થઇ જવા પામી હતી. 

Share

આંગણીયા પેઢી માંથી સંબંધીના 4.94.250 રૂપિયા ઉપાડી પરત ઘર તરફ આવી રહ્યો હતો. આંગણીયા પેઢી થી જ પીછો કરતા યુવાનો ખુલ્લી ડિકીમાંથી રૂપિયા ભરેલી થેલી કાઢી રફુચક્કર થઇ ગયા હતા, શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સંદિગ્ધ ઈસમો ની શોધખોળ શરુ કરી હતી.

અંકલેશ્વર દીવા રોડ પર આવેલ ઓમ પુરી સોસાયટીમાં રહેતા 23 વર્ષીય નીરવ અજય પટેલ ગત રોજ પ્રતિન ચોકડી નજીક આવેલ આંગણીયા પેઢી માંથી સંબંધી ના રૂપિયા 4.94.250 રૂપિયા લઇ પરત ઘર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ચૌટા નાકા પાસે પારસ મેડિકલ પર ટુટ પીક લેવા માટે ગાડી ઉભી રાખી મેડિકલ ગયો હતો. પરત આવતા ડીકી માંથી રૂપિયા ભરેલી થેલી ચોરી થઇ જવા પામી હતી. આ અંગે ત્વરિત સબંધી ને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસે આજુબાજુ સીસીટીવી તપાસતા સંદિગ્ધ ઈસમો ડીકી માંથી રૂપિયા ભરેલી થેલી લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જે એક્ટિવા મોપેડ માંથી રૂપિયા ભરેલી થેલી ની ચોરી થઇ હતી તેનું લોક તૂટેલો હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી જતા બિન્ધાસ્ત ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પોલીસે પ્રાથમિક નીરવ પટેલ ની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે સ્થળ પર સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા જેમાં સંદિગ્ધ ઈસમો ની ઓળખ કરી તપાસ શરુ કરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને નબીપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો.

ProudOfGujarat

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!