Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર-ગ્રામ્ય વિસ્તાર માં હવા પ્રદુષણ ની ધુમસ્યા ચાદર છવાઈ જવા પામી છે.

Share

અંકલેશ્વર શહેર,જીઆઇડીસી, પાનોલી જીઆઇડીસી સહીત ગ્રામ વિસ્તાર માં રાસાયણિક પ્રદૂષણ ફેલાઈ જતા લોકો એ મોઢે રૂમાલ બાંધવા પડ્યા હતા. સવાર થી જ કમોસમી વરસાદ ને લઇ વાતાવરણ ઠંડુગાર બન્યું છે.

પ્રદુષિત નિયંત્રણ બોર્ડ દ્વારા વાતાવરણીય ભેજ જોવા મળતા જ ત્વરિત ઇન્સીલિએટર -ચીમનીઓ બંધ કરવાની સૂચના હોવા છતાં તંત્ર સૂચના ને ધોરી ને પી જનાર બે જવાબદાર ઉદ્યોગકારો ઇન્સિલેટરો ચાલુ રાખતા અંકલેશ્વર શહેર, ગ્રામ્ય જીઆઇડીસી વિસ્તારમાં 5 થી 8 કિમિ વિસ્તારમાં બસ પ્રદૂષણની ધુમ્મ્સ રૂપી ચાદર છવાઈ ગઈ હતી. કમોસમી વરસાદી માહોલ વચ્ચે અચાનક વાતાવરણ ઠંડુગાર થતા જ ઈન્વર્ઝન ને લઇ હવા ઉદ્યોગો દ્વારા છોડવામાં આવેલા તત્વો જમીન લેવલ પર આવી ગયા હતા ને એક પ્રદુષિત હવાનું આવરણ છવાઈ ગયું હતું. તીવ્ર વાસ સાથે આ મોટા પાયે થયેલ હવા પ્રદુષણ ની ફરિયાદ પાનોલી થી લઇ અંકલેશ્વર ના દિવા,સજોદ,અંદાડા ગડખોલ, પીરામણ સહીત અનેક ગામો માંથી ફરિયાદ આવી હતી. મોટા ભાગે ઉદ્યોગોના ઇન્સિલેટરો ચાલુ રહેતા હવા પ્રદૂષણ વધુ ફેલાયું હતું. અચાનક વાતાવરણમાં થયેલા બદલાવ બાદ જીપીસીબી દ્વારા પણ મોનીટંરીગ શરુ કરી ઉદ્યોગો ને ઇન્સિલેટરો ચાલુ ના રાખવા તાકીદ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત : સિહોર તાલુકાના વરલ ગામે વેક્સિનેશ સર્ટીફિકેટમાં બહાર આવેલો ચોંકાવનારો કિસ્સો : 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલાને આપી રસી !!

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઘુંટણ-થાપાનો નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

લીંબડી માં સાયલન્સર ચોરી કરતી ટોળકી સક્રિય બની જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!