Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકશાની અંગે ડિઝિટલ સર્વે કરવામાં આવશે

Share

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છેજે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

તાજેતરમાં ચાલુ માસ ઓક્ટોબર૨૦૨૫ના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઉભા ખેતી પાકોમા તેમજ કાપણી અવસ્થામાં થયેલ પ્રતિકૂળ અસરથી નુકશાની થયાનું માલૂમ છે નુકશાનીનો સર્વે કૃષિ વિભાગની “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન મારફત કરવાનું સરકારશ્રી દ્રારા ઠરાવેલ છેજેમાં ગ્રામ્યકક્ષાએ ગ્રામ સેવક/ખેતી મદદનીશ/વગેરેના સુપરવિઝનમાં VCE કે અન્ય સર્વેયરની મદદથી ડિઝિટલ સર્વેની કામગીરી કરવામાં આવનાર છે.

 વધુમાં ખેડૂતો પોતે પણ “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન વિગતો અપલોડ કરી શકે છેજે ખેડૂતોને આ કમોસમી વરસાદથી ઉભા ખેતી પાકોમા તેમજ કાપણી અવસ્થામાં નુકશાની થયેલ હોય તે “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન ડાઉનલોડ કરી પોતાની વિગતો અપલોડ કરવા વિનંતી કરવામાં આવે છે. જે કિસ્સામાં “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન વિગતો અપલોડ કરી શકાય તેમ ના હોય ત્યાં ખેડૂતોએ અસરગ્રસ્ત પાકના ખેતરના Longitude Latitude વાળા ફોટો પાડી ગ્રામ સેવકશ્રીને પૂરા પાડવાના રહેશે.  તેમજ ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકશ્રીતલાટી કમ મંત્રીશ્રી કે VCE નો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છેતેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

જંબુસર નગરમાં મુશળધાર વરસાદનાં પગલે બે જર્જરિત મકાનો ધરાશાયી થયા.

ProudOfGujarat

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!