Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રહિયાદ ચાકી પાસે ટેમ્પોની ટક્કરે બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

Share

અકસ્માત સર્જી ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર
ભરૂચ.
દહેજ નજીક આવેલાં રહિયાદ ગામે રહેતી ગીતા મોહન ગોહિલ રહિયાદ ચોકડી પાસે ફુલની દુકાન ચલાવી ફુલોનો વેપાર કરે છે. તેનો પુત્ર નિત્યક્રમ મુજબ તેમની એકટીવા પર રહિયાદ ચોકડીએ તેમની દુકાને મુકી જતો રહ્યો હતો. જે બાદ નવેક વાગે તેના પતિ પરત એક્ટીવા લઇને તેને લેવા માટે આવ્યો હતો. જે બાદ તેઓએ દુકાન બંધ કરી એક્ટીવા પર પરત ઘરે જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રહિયાદ ચોકડી પાસે એક ટેમ્પોના ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ બન્ને રોડ પર ફંગોળાઇ ગયાં હતાં. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક તેનો ટેમ્પો સ્થળ પર મુકી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમ ણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ રેલવે ડીસ્પેનશરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંક્લેશ્વરનાં અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્તિ બદલ ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ…

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કોંગ્રેસની કારોબારી સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!