Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુકલર્તીથની સૈકાઓથી ભરાતી જાત્રા, અહીં આ દિવસોમાં સૂક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા દેવો

Share

– શુકલેશ્વર મહાદેવનાં સ્વયંભૂ શિવલીંગનાં દર્શનથી મળે છે મોક્ષ

– ભૃગુઋષિ, અગ્નિ‌હોત્રી, વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિ‌રની યાત્રાથી માંડી રાજા ચાણકયને સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક-પૌરાણિક કથાઓ

Advertisement

– નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી શુકલતીર્થનું મહાત્મ્ય સવિશેષ

– રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા હુંકારનાથ વિષ્ણુ ભગવાન

પુરાણોમાં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે શુકલર્તીથ ખાતે સૈકાઓથી ભરાતા મેળામાં સૂક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા દેવો.

શુકલતીર્થમાં ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં સૈકાઓથી જાત્રા ભરાય છે. જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે.

નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી શુકલર્તીથનું મહાત્મ્ય વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ, જે અપભ્રંશ થઇને ઓમકારનાથ કહેવાયા. એ શ્વેત વિષ્ણુ ભગવાનનાં પ્રિય ર્તીથ તરીકે પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું.

રાજા ચાણકય, ભૃગુઋષિ, અગ્નિ‌હોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિ‌રની યાત્રાથી માંડી તીર્થની ઐતિહાસિક-પૌરાણિકતાનો સ્કંઘ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવપુરાણ, માર્કડેય સહિ‌તનાં પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ મળી આવે છે. મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતું ક્ષેત્ર એટલે શુકલતીર્થ. શુકલતીર્થનું મહત્વ સમજાવતા મહર્ષિ માર્કંડેયે યુધિષ્ઠિરને કહ્યું હતું કે, પૃથ્વીના બીજા તીર્થો શુકલતીર્થની સોળમી કળા બરાબર પણ નથી.

પ્રાચીનકાળમાં ઇશ્વાક વંશના ચાણકય નામે રાજા સાથે જોડાયેલી પુરાણોમાં વર્ણવાયેલી અન્ય કથાવાર્તા મુજબ, યમરાજ પાસેથી રાજાએ શુકલર્તીથનો મહિ‌મા જાણી તેમનું સર્વસ્વ દાનમાં આપી દીધુ હતું. અનેક શોક સંતાપથી ચિંતિત રાજા આકાશવાણી મુજબ નર્મદા નદીમાં કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢની નાવ લઇ પ્રસ્થાન કર્યું હતું. શુકલતીર્થમાં આ તમામ વસ્તુઓ શ્વેત થતા રાજનનો મોક્ષ થયો હતો. શુકલેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપોમાંથી મુકત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે. કારતક અને વૈશાખ મહિ‌નામાં દેવો આ ર્તીથનું સેવન કરી સૂક્ષ્મરૂપે અહીં વિચરણ કરે છે. શુકલર્તીથમાં રેવાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એવા આ તીર્થનો મહિમા અપરંપાર છે.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી ખાતે નવીન પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

ProudOfGujarat

અમદાવાદના તળાવોમાં આ રીતે થાય છે નર્મદાના પાણીના નીરની આવક.

ProudOfGujarat

દયાદરા-કેલોદ રોડ પર ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ભટકાતાં બેના કરુણ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!