પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ.
ભરૂચ તાલુકાના કોઠી ગામે વકીલ ફળિયામાં રહેતાં રાહુલ ચતુર વસાવા તેના ઘરે હતો. તે વેળાં તેમના ઘરની બાજુમાં રહેતાં પિતરાઇ ભાણેજ વિશાલ મહેશ વસાવા તેમજ ભાવેશ મહેશ વસાવા તેમની પાસે આવી તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. તેમજ મારા સસરાએ તને બાઇક લઇ આપેલ છે તેમ કહેતાં હોઇ વિશાલને જણાવ્યું હતું કે, પાંચેક વર્ષ પહેલાં બાઇક લીધી ત્યારે તારા સસરા પાસેથી 2 હજાર લીધાં હતાં. જે પરત કરી દીધાં છે. તેમ છતાં તે રૂપિયા પરત નથી આપ્યાં તેમ કહીં તેમની ઝઘડો કરી તેમને લાકડીના સપાટા માર્યાં હતાં. દરમિયાનમાં તેમનું ઉપરાણુ લઇ વિશાલની મમ્મી શકુ તેમજ માસી નીરુએ મળી તેમની પત્નીને માર માર્યો હતો. આસપસાના લોકોએ આવી તેમને છોડાવતાં તેમને ભરૂચ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.
ઘટનામાં બીજી ફરિયાદ નોંધાઇ હતી જેમાં કુરચણના રંજન ઉર્ફે શકુ મહેશ વસાવા ફરિયાદ આપી હતી કે, તે તેમના પતિ સાથે કેલોદ ગામે માતાજીના મંદિરે ગયાં હતાં. તે વેળાં તેમની પુત્રવધુએ ફોન કરી જણાવ્યું હતું કે, જલ્દી આવો તમારો ભાઇ અને તેની પત્ની અમારી સાથે અવારનવાર ઝઘડો કરે છે. જેથી તે તુરંત કોઠી ગામે ગયાં હતાં. તેમણે તેમના પિતરાઇ ભાઇ રાહુલ અને તેની પત્નીને તમારે શું તકલીફ છે મારા છોકરા-વહુને કેમ હેરાન કરો છો કહેતાં રાહુલે ઉશ્કેરાઇ જઇ તેમના પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી.
ભરૂચ તાલુકા પોલીસે બન્ને ફરિયાદના આધારે કુલ 6 જણા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
