Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 23 હજારનો દારૂ સાથે બે ઝડપાયાં : બુટલેગર બબુલ સહિત બે વોન્ટેડ

Share

ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે પોલીસે દરોડો પાડ્યો હતો
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સુઝુકી એક્સેસ મોપેડ પર બે શખ્સો રેલવે વિસ્તારમાંથી દારૂ લાવી ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી તરફ જવાના છે. જેના પગલે ટીમેે તે રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની સુઝુકી આવતાં ટીમે મોપેડ પર સવાર બે જણાને ઝડપી પાડ્યાં હતાં. તેમની પુછપરછ કરતાં તેમના નામ વિપુલ ભાઇલાલ પાટણવાડિયા ( રહે. શનાપુરા ગામ, કરજણ, વડોદરા) તેમજ અકબર મદાર શેખ (રહે. ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તપાસ કરતાં તેમની પાસેથી કુલ 23 હજારથી વધુની મત્તાની 750 મીલીની 33 બોટલો મળી આવી હતી. ટીમે તેમની ઉલટ તપાસ કરતાં વિપુલ પાટણવાડીયાએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના મામા દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડીયા (રહે. ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી)એ મંગાવ્યો હતો. તેના મામાના કહેવાથી તે અને અકબર બન્ને રેલવે સ્ટેશન ખાતે ગયાં હતાં. જ્યાં વાપીની દામુબેન નામની મહિલા બુટલેગર દારૂના બેગ આપી ગઇ હતી. જેથી પોલીસે કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડિયા તેમજ વાપીની દામુબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડિયા કુખ્યાત બુટલેગર છે. ત્યારે તેના ધંધાને કારણે વિસ્તારમાં રહેતાં યુવાધનના ભાવી પર અસર પડી રહી છે. ઉપરાંત બુટલેગર તેમજ તેના સાગરિતોને કારણે વિસ્તારમાં ભયનો માહોલ રહેતો હોય છે. વિસ્તારમાં ચાલતાં વિદેશીદારૂના ધંધાને બંધ કરવામાં આવે તેવી માગ સાથે સ્થાનિકોએ પોલીસમાં લેખિતમાં અરજી પણ આપી છે. ત્યારે પોલીસ દ્વારા દિનેશ ઉર્ફે બબુલની ધરપકડ ક્યારે કરવામાં આવશે ? ધરપકડ કરાશે તો તે તુરંત જામીન પર છુટશે કે કેમ ? તેનો ધંધો કાયમી ધોરણે બંધ થશે કે નહીં તે સહિતના પ્રશ્નો સ્થાનિક રહિશોમાં ચર્ચાઇ રહ્યાં છે .


Share

Related posts

પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ…

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું શુભારંભ કરાયો.

ProudOfGujarat

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં ઘઉંની 1.18 લાખ મણની આવક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!