Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા જીઆઇડીસીની વિશાલ ફાર્મામાં બ્લાસ્ટ બેના મોત : હજી ચારથી પાંચ જણા ગુમ

Share

બ્લાસ્ટમાં 24થી વધુ ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયાં
બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજી અકબદ્ધ
ભરૂચ.
સાયખા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વિશાલ કે ફાર્મા કંપનીમાં મધ્યરાત્રીએ અચાનક બ્લાસ્ટ થતાં ગમખ્યાવ દૂર્ઘટના સર્જાઇ છે. કંપનીનું બોઇલર ફાટવાથી દૂર્ઘટના સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ઘટનામાં બે કર્મીના મોત થયા હોવાના તેમજ 24 જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયાં હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. લાશ્કરોની ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યાં બાદ હવે પાંચથી વધુ ગુમ જણાતાં કામદારોના દેહ શોધવાની કવાયતમાં તેઓ જોડાયાં છે.
વાગરા ખાતે આવેલી સાયખા જીઆઇડીસીની વિશાલ કે. ફાર્મામાં રાત્રીના સમયે કામ ચાલી રહ્યું હતું તે વેળાં રાત્રીના અઢી વાગ્યાના અરસામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો. કે નજીકમાં આવેલા ગામોમાં લોકો અવાજ સાંભળીને ગભરાઇને સફાળા જાગી ઉઠ્યાં હતાં. અને ઘરમાંથી બહાર દોડી ગયાં હતાં
ઘટનાની જાણ થતાં ગ્રામજનો તુરંત કંપની તરફ મદદાર્થે દોડી ગયાં હતા. બનાવને પગલે આસપાસની કંપનીઓના લાઇબંબા સ્થળ પર દોડી આવતાં તેમની મદદથી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. કંપનીમાં જે તે સમયે કામદારો કામ કરી રહ્યાંં હોવાથી બ્લાસ્ટને કારણે કર્મચારીઓમાં દોડધામ થઇ હતી. અફરાતરીનો માહોલ જામ્યો હતો. ઘટનામાં પ્રાથમિક તબક્કે 2 કર્મીઓના મોત થયાના તેમજ 24 થી વધુ કર્મચારીઓને ઇજાઓ થઇ હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.
બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે પણ સ્થળ પર દોડી આવી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. હાલના તબક્કે ટીમ દ્વારા અસગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી તેમની સારવાર કરાવવામાં આવી રહી છે.જોકે, આગ કેવી રીતે  ક્યારે લાગી તે સહિતની વિગતો એકત્ર કરવામાં ટીમોજોતરાઇ ેછે.
આગ કાબુમાં આવ્યાં બાદજેસીબીની મદદથી કાટમાળ હટાવી અન્ય કોઇ કર્મચારીનું મોત તો નથી થયું ને તેની તપાસ કરી રહ્યાં છે . હાલમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, જીપીસીબી સહિતની ટીમોએ સ્થળ પર ધામા નાંખ્યા છે ત્યારે કંપનીને પ્રાથમિક તબક્કે ક્લોઝર નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
બોક્ષ : આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ

વિશાલ કે. ફાર્મા કંપનીમાં થયેલાં બ્લાસ્ટની અસર આસપાસના ગામોમાં જોવા મળી હતી. બ્લાસ્ટના અવાજે લોકોને ભયથી જગાડી દીધાં હતાં. બીજી તરફ જમીનમાં પણ કંપારી છૂટતાં ધરતીકંપ થયો હોય તેમ લાગ્યું હતું.


Share

Related posts

આખરે ક્યારે સુધરશે પર્યાવરણના દુશ્મનો, દહેજ જીઆઇડીસી વિસ્તારમાંથી દરીયામાં છોડાઇ રહ્યું છે ખુલ્લેઆમ પ્રદુષિત પાણી..!

ProudOfGujarat

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!