Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવા બની રહેલાં શૌચાલયનું સ્થળ બદલવા માંગ 

Share

જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત, કલેક્ટરને જાણ કરી
।ભરૂચ ।
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું હોસ્ટેલ ગ્રાઉન્ડ એક માત્ર રમત-ગમત માટેનું શહેરમાં આવેલું મોટું ગ્રાઉન્ડ છે. ત્યારે હાલમાં સંલગ્ન વિભાગ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડના પશ્ચિમ દિશામાં શૌચાલય બનાવવાનું કામકાજ શરુ કરાયું છે ત્યારે શહેરના જાગૃત નાગરિકો નિલેશ ચદરવાલા, કુલદીપ સિહીવાલા, સંદિપ કાવસ્થ, નિકિતેશ મોદી સહિતનાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે રજૂઆત કરી છે કે, શહેરના ઐતિહાસિક તેમજ એક આગવુ મહત્વનું ગાઉન્ડ છે.
જે રમત-ગમત સાઉન્ડ પર મુનાફ પટેલ, ગુંડપ્પા વિશ્વનાથ, એકનાથ સોલકર, રસીદ પટેલ સહિતના નામી-અનામી ખેલાડીઓએ રમી વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં આ ગાઉન્ડના પશ્ચિમ દિશામાં શૌચાલય બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું છે.તે બંધ કરાવી જિલ્લા શિક્ષણાધિકારીના રહેઠાણ એટલે કે રિલાયન્સ મોલ તરફ ખાલી પડેલી જગ્યામાં બનાવવામાં આવે તો હોસ્ટેલ ગ્રાઉન્ડ પર લોકો વીના કોઈ અડચણે રમત-ગમત કરી શકે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય બિપીન શાહે વિધાનસભામાં ઉલ્લેખ કર્યો હતો કે, ગ્રાઉન્ડ ધાર્મિક, રાષ્ટ્રીય પ્રવૃત્તિ અથવાતો રમત-ગમતની પ્રવૃત્તિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ માટે આપી શકાય નહીં તેમજ છતાં હોસ્ટેલ ગ્રાઉન્ડ વર્ષ દરમિયાન ૧૦થી વધુ વાર એક્ઝિબિશનો સહિતની અન્ય પ્રવૃત્તિઓ માટે આપવામાં આવે છે. જેથી બાળકોને રમતગમત માટે મોકળું મેદાન મળતું નથી.

Share

Related posts

આગામી ૧૫ મી ઓગસ્ટના દિને જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટે રાજ્યના દરેક શિક્ષકે એક વૃક્ષ વાવી વૃક્ષના નામ જૂની પેન્શન યોજના આપી જતન કરવાનુ રહેશે

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં ભાજપા દ્વારા વોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : અજાણ્યા વાહનની અડફેટે આવતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!