Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ટોટલ એન્વાયર્મેન્ટ ગ્રુપ માટે રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા ભારતના પ્રથમ લિસ્ટેડ ગ્રીન એનસીડીની વ્યવસ્થા કરી

Share

બેંગાલુરુ સ્થિત ટોટલ એન્વાયર્મેન્ટ ગ્રુપની પેટાકંપની ટોટલ એન્વાયર્મેન્ટ રિસોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (“TERPL”) રૂ. 175 કરોડના લિસ્ટેડ રેટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) સફળતાપૂર્વક ઇશ્યૂ કર્યા છે જેની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી અને સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. આ ઇશ્યૂ ભારતીય રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા પ્રથમ લિસ્ટેડ ગ્રીન એનસીડી છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આ ઇશ્યૂઅન્સ માટે એકમાત્ર એરેન્જર અને ગ્રીન કો-ઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવી હતી.

Advertisement

આ એનસીડીમાંથી મળનારી રકમનો બેંગાલુરુમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) – ગ્રીન હોમ્સ પ્લેટિનમ લેવલ ખાતે પ્રી-સર્ટિફાઇડ છે. આ ઇશ્યૂઅન્સને રિસ્ક મેનેજમેન્ટ અને ક્વોલિટી એશ્યોરન્સમાં સ્વતંત્ર નિષ્ણાંત બ્યૂરો વેરિટાસ તરફથી સેકન્ડ પાર્ટી ઓપિનિયન (એસપીઓ) મળ્યો છે.

બેંકે ગ્રીન એનસીડીની રચના કરવા, એસપીઓ પ્રોવાઇડર પસંદ કરવા અને એસપીઓ પ્રોસેસ મેનેજ કરવા માટે વ્યાપક સમર્થન પૂરું પાડ્યું હતું. આ ઇશ્યૂઅન્સ ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ એસોસિએશન (આઈસીએમએ) ના ગ્રીન બોન્ડ સિદ્ધાંતો અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ના ગ્રીન ડેટ સિક્યોરિટીઝ રેગ્યુલેશન્સનું પાલન કરે છે.

ટોટલ એન્વાયર્નમેન્ટ ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ કમલ સાગરે જણાવ્યું હતું કે અમે હંમેશા માનીએ છીએ કે સારી ડિઝાઇન એ સુનિશ્ચિત કરવા વિશે છે કે આપણે આપણી ઇકો-સિસ્ટમને અસર કર્યા વિના અને આપણી ભાવિ પેઢીઓની તેમની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના આ અદ્ભુત ગ્રહ પર પોતાની જરૂરિયાતો પૂરી કરીએ.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ભારત અને દક્ષિણ એશિયાના કવરેજના કો-હેડ સંજય ગુર્જરે જણાવ્યું હતું કે અમને ટોટલ એન્વાયર્નમેન્ટ ગ્રુપ સાથે ભાગીદારી કરવાનો અને તેમની ટકાઉપણાની મહત્વાકાંક્ષાઓમાં તેમને ટેકો આપવાનો ગર્વ છે. રિયલ એસ્ટેટ ડેવલપર માટે ભારતના પ્રથમ લિસ્ટેડ ગ્રીન એનસીડી ઇશ્યૂ કરવાની આ કામગીરી અમારા બજારોમાં ટકાઉ ફાઇનાન્સને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના દક્ષિણ એશિયાના કોમર્શિયલ રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંગના હેડ મનમીત ગુલાટીએ જણાવ્યું હતું કે ટોટલ એન્વાયર્નમેન્ટ ગ્રુપ માટે આ લિસ્ટેડ ગ્રીન બોન્ડનું ક્લોઝર ટકાઉ ફાઇનાન્સિંગને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે અને રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંગ ક્ષેત્રમાં ફર્સ્ટ-ટુ-માર્કેટ સોલ્યુશન પ્રોવાઇડર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવે છે. અમે ટોટલ એન્વાયર્નમેન્ટ ગ્રુપ સાથેના અમારા સંબંધોને મહત્વ આપીએ છીએ અને અમારી અદ્વિતીય ઓફરિંગ દ્વારા ક્લાયન્ટ્સને તેમની વૃદ્ધિ યાત્રામાં ટેકો આપવાનું ચાલુ રાખીશું.


Share

Related posts

સંગીત મારું જીવન છે, હું તેના વિના જીવી શકતો નથી!’ : આયુષ્માન ખુરાના

ProudOfGujarat

વલસાડ : અકસ્માતનો આ છે વિકાસ : IRB તંત્રની બેદરકારીથી અકસ્માતની વણજાર, દંપતિનો બચાવ.

ProudOfGujarat

મહેનત હંમેશા મીઠી હોય છે”: કૃષ્ણા શ્રોફે છોરિયાં ચલી ગાંવમાં મેકઓવર ચેલેન્જમાંથી મેળવેલા પોતાના પહેલા પગારની યાદ તાજી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!