Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના કોંઢ ગામ પાસે ચાલકે નાળાની દિવાલ પરથી કાર કુદાવી

Share

અંકલેશ્વર વાલિયા વચ્ચે ગત રાત્રી ના વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક વાલીયા થી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન કોંઢ ગામ ને ગુજરાત ગાર્ડિયન કંપની વચ્ચે માર્ગ પર આવેલ નાના પુલિયા પાસે પુરપાટ કાર નાના પુલ ની દીવાલ પર ચઢાવી દીધી હતી. કાર ની સ્પીડ એટલી હતી કે રોડ સાઈડ પર બે ફૂટ ઉંચે ની દીવાલ પર કાર એક તરફ નો ભાગ ચઢી ગયો હતો. અકસ્માત ના ધડાકા ના અવાજ થી વાહન ચાલકો અને લોકો દોડી આવ્યા હતા. કાર ચાલક ને ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી રહી છે. આ વચ્ચે ચાલક નશા માં હતો કે પછી ચાલુ કરે ઝોકું આવી જતા કાર રોડ સાઈડ પર આવેલ નાળા ની દીવાલ પર ચઢાવી દીધી હોવાની માહિતી સાંપડી રહી છે. અકસ્માત બાદ કાર નીચે ઉતારી લેવામાં આવી હતી અને રોડ સાઈડ પર કરવામાં આવી હતી. કારનો આગળનો ભાગ નો ખુરદો બોલી ગયો હતો. ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ના હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

સેવાશ્રમ હોસ્પિટલ નજીકનું ટોયલેટ બ્લોક બૌડા દ્વારા તોડી નંખાયું. ડિમોલિશન અંગે કાયદાના દાવપેચ ખેલાયા.દીવાલો અંગે મનાય હુકુમ લાવતી સેવાશ્રમ હોસ્પિટલ…

ProudOfGujarat

ભરૂચમાં શાળા સંચાલક ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ: પટેલની જીત નિશ્ચિત નો દાવો કરતાં શિક્ષકો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2632 થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!