અંકલેશ્વર માં ખાડા ને લઇ રાત્રી ના અકસ્માત થયો ને સવારે તંત્ર દ્વારા ખાડા નું પેચ વર્ક શરુ કર્યું હતું. હસ્તી તળાવ માર્ગ પર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા. કમોસમી વરસાદ બાદ વધુ બિસ્માર બનતા માર્ગ ખાડા પુરતા વાહન ચાલકોને રાહત અનુભવી હતી.
અંકલેશ્વર માં ચોમાસા અને ત્યારબાદ આવેલા માવઠા ને લઇ જ્યાં ધરતી પુત્રો ના પાક નાશવંત થયો છે. ત્યાં અનેક માર્ગ ધોવાઈ ગયા છે. જેને લઇ રાહદારીઓ અને વાહનચાલકો અનેક યાતના માંથી પસાર થઇ રહ્યા હતા. ગત રોજ અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ થી લઇ ચૌટા નાકા માર્ગ પર ખાડા ને લઇ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા ને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ અચાનક જ આજરોજ સવારે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર શહેરી વિસ્તારો ને જોડતા માર્ગ પેચ વર્ક શરુ કર્યું હતું અને જ્યાં મોટા ખાડા પડ્યા હતા તે પુરાવામાં આવ્યા હતા. જો કે કેટલાક ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે. જે ખાડા પણ જલ્દી પુરાવામાં આવે એ જરૂરી બન્યું છે.
