Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ ટેન્કર લપસતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા

Share

 

અંકલેશ્વર:
જીઆઈડીસી વિસ્તારમાં આવેલી Deccan Fine Chemical Pvt. Ltd. કંપનીની બહાર કેમિકલ ભરેલું ટેન્કર (કન્ટેનર નંબર MH 43 CE 5509) લપસી જતા અચાનક ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

મળતી માહિતી મુજબ આ બનાવ આજે સવારે આશરે 10:00 વાગ્યાના આસપાસ બન્યો હોવાનું જાણવા મળે છે. પરંતુ કંપની તરફથી કોઈ પણ જવાબદાર અધિકારીને સમયસર જાણ કરવામાં આવી ન હતી.

સ્થાનિક જવાબદાર નાગરિક દ્વારા બપોરે 2:30 વાગ્યે સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ જીપીસીબી (GPCB) અને **ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ બનાવથી પ્રશ્ન ઉઠે છે કે —
👉 શું સંબંધિત અધિકારીઓ કંપનીના બિનજવાબદાર વર્તન સામે કોઈ કડક કાર્યવાહી કરશે?
👉 કે પછી કંપની ઓથોરિટી કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે?

સ્થાનિક રહેવાસીઓમાં આ બનાવને લઈને ચિંતા વ્યાપ્ત છે અને તેઓએ કેમિકલ હેન્ડલિંગમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.


Share

Related posts

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ સાથે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને આવકાર, સુરેન્દૅરનગર લીઁબડીમાં ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!