Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ તેઓને ભાજપ માં લઈ જવા તમામ પ્રયાસ કરાયાનો આક્ષેપ….

Share

મારા માં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત નથી કરવાનો…ચૈતર વસાવા… *

વડાપ્રધાનની મુલાકાત બાદ પણ અમારા લોકોમાં મારા પ્રત્યે કોઈ ફરક નહી પડે.,ભીલ પ્રદેશની માંગ ચાલુ જ રહેશે..

Advertisement

ભરુચ ખાતે કાર્યકર્તા મુલાકાત બાદ આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન મોદીના દેડિયાપાડા ખાતે ના કાર્યક્રમ સહિત તેઓ પર ભાજપ માં સામેલ થવા તમામ પ્રયાસો કરાયા હોવાનો આક્ષેપ કરવા સાથે તેમના માં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત કરવાનો નથી તેવું ભાર પૂર્વક કહ્યું હતું.

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથે ની વાતચીત માં તેઓના ભાજપ માં સામેલ થવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.તેઓએ વડાપ્રધાન ના દેડિયાપાડા ના કાર્યક્રમ બાદ પણ તેમના પર વિશ્વાસ મૂકનાર લોકો માં કોઈજ ફરક નહી પડે તેમ કહી પાછલી ચૂંટણીઓ માં મળેલ મત ના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. બિરસા મુંડા ની વિચાર સરણી ને અનુસરી તેઓ આગળ વધી રહ્યા છે.તો ભીલપ્રદેશ અંગેની તેઓની માંગ પણ ચાલુ જ હોવાનું કહી તેનાથી વહીવટી સુગમતા સર્જાતી હોવાનું કહ્યું હતું. વડા પ્રધાન ના કાર્યક્રમ ને આવકારી તેનાથી અમારા વિસ્તાર ના અટકેલા કાર્યો થઈ રહ્યા છે ત્યારે તેઓ દર વર્ષે આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.ચૈતર વસાવા સાથે ભરુચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, સહિત શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

અંકલેશ્વર મા શારદાભવન હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીપલાઇન પરથી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!