Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો પોતાની વિવિધ માંગણીઓને લઈને શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ધરણાં કરી આંદોલન શરૂ કર્યું છે.

Share

રાજયભરની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો છેલ્લાં ધણાં સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનો કર્યા છે. આવેદનપત્ર આપ્યા છે. કાળી પટ્ટી પહેરી શિક્ષણ આપ્યું છતાં રાજય સરકારે તેમની માંગણીઓ નહીં સ્વીકારતા અને તમામ પ્રાથમિક શિક્ષકોએ રાજયવ્યાપી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.જેમાં આજે ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને ભરૂચનાં શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. જેમાં હજારો શિક્ષક-શિક્ષિકાઓ જોડાયા હતા અને તેમની માંગણી પૂરી કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો માંગણી પૂરી નહીં થાય તો જલ્દ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ‘હાય રે મેનેજમેન્ટ હાય હાય..’ ના નારા સાથે વેલસ્પન કંપનીના કામદારોના પરિવારજનો આંદોલનમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.

ProudOfGujarat

કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃ PM મોદી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!