Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે SIR વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

Share

 

ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો.

Advertisement

કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, ઇમરાન મકરોડ,જુનેદ પાંચભાયા તથા ગામના BLOઓ ભાર્ગવ પટેલ, રશ્મિકા બેન પટેલ અને જલ્પા બેન સુખરિયાના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું. ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત ન્યાય સમિતિની અધ્યક્ષ શ્રીમતી સુરેખાબેનએ પણ સંયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું.

ફારૂક ભૈયાત, ફિરોઝ પટેલ, ફજલુર પટેલ, ઇમરાન માકરોડ, ઇમરાન દેસાઈ, સરફરાઝ ભૈયાત, સરકાર મુલ્લા, હનીફ મુલ્લા, સિરાજ મુલ્લા, અમૃત વસાવા, રાજુ વસાવા વગેરે કાર્યકરોએ સક્રિયપણે ભાગ લઇ ગામજનોને માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી.

નાગરિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદને કારણે SIR વિશેષ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ગામસ્તરે મતદાર જાગૃતિ વધારવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તરફનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે.


Share

Related posts

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન : હાલ કેન્દ્રએ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી.

ProudOfGujarat

आमिर खान बने दुनिया के सबसे बड़े सुपरस्टार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!