Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોંઘવારી અને બેરોજગારીને પગલે વડોદરામાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનો કાર્યક્રમ યોજાયો.

Share

રાજ્યમાં રહેલી મોંઘવારીને પગલે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં રાજ્યના રાજ્ય સરકારને ઉંઘમાંથી જગાડવાની વાત કરતી રાજ્ય કોંગ્રેસે ગુજરાતમાં રાજ્ય વ્યાપી આંશિક સવારના આઠથી બપોરના 12:00 વાગ્યા સુધીના બંધના એલાનની જાહેરાત  પત્રકાર પરિષદના માધ્યમથી કરી હતી ત્યારે આ બંધને યોગ્ય પ્રતિસાદ મળી રહે તે માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ બજારમાં નીકળી વેપારીઓને સમજાવી બંધમાં જોડાવા અપીલ કરી હતી.

ત્યારે વડોદરાના પણ અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓએ કોંગ્રેસ પ્રેરિત માત્ર બે કલાકના આંશિક બંધના એલાનને સમર્થન આપી પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા સાથે તેમણે કહ્યું હતું કે બધી મોંઘવારીમાં બે કલાક વેપાર બંધ રાખવાથી કોઈ મોટું નુકસાન નહીં થાય અને આવનારા દિવસોમાં તેના સારા પરિણામ જોવા મળી શકે છે જેથી વેપારીઓએ કોંગ્રેસ પ્રેરિત આ બંધના એલાનમાં જોડાવું જોઈએ. કેટલાક વેપારીઓનું માનવું હતું કે આ પ્રકારના વેપાર કરવાથી સામાન્ય પરિવારોનું રોજગાર ચાલતો હોય છે ત્યારે બે કલાકના બંધથી પણ આર્થિક નુકસાન તો ચોક્કસ થશે પણ તેમ છતાંય બંધ તો રાખવું જોઈએ.

વડોદરા શહેરમાં સંગમ ચાર રસ્તા, પાણીગેટ, માંડવી સહિતના સીટી વિસ્તારોમાં આંશિક બંધને સમર્થન જોવા મળ્યું હતું ત્યારે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી એ શહેરના અલગ અલગ વિસ્તારના વેપારીઓને સમજાવીને આંશિક બંધમાં જોડાવા અપીલ પણ કરી હતી, તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે મોંઘવારીને કાબુમાં લેવામાં પોતાનો રસ નથી રાખ્યો રાજ્ય સરકાર મોંઘવારીને કાબુમાં લેવામાં નિષ્ફળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ProudOfGujarat

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ સાકાર થયું

ProudOfGujarat

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!