Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોખડી ગામે એલસીબીનો ધડાકેદાર દરોડો: 20.24 લાખનો વિદેશી દારૂ જપ્ત, બુટલેગર સંજય વસાવા વોન્ટેડ જાહેર

Share

ભરૂચ.

ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાં છાપો મારી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કુલ રૂ. 20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5433 બોટલ વિદેશી દારૂ તથા ટ્રકનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement

ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા જિલ્લા પોલીસ સક્રિય બની છે. આ સૂચનાઓના અનુસંધાને એલસીબીના પી.આઈ. એમ.પી. વાળા, પી.એસ.આઈ. આર.કે. ટોરાણી તથા સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે સંજય વસાવા દ્વારા ટ્રકમાં વિદેશી દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળી આવી હતી.

બાતમીના આધારે ગોઠવાયેલ વોચ દરમિયાન મોખડી ગામના ટેકરી ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી કુલ રૂ. 13.24 લાખનો દારૂ તથા રૂ. 7 લાખની ટ્રક સહિત કુલ રૂ. 20.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસએ સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ: કાવી પોલીસ સ્ટેશનની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ProudOfGujarat

નડિયાદમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાશે

ProudOfGujarat

લોકડાઉન પ્રથમ દિવસ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!