Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ભુસ્તર વિભાગે બિનઅધિકૃત રેતી વહન કરતાં ૦૪ વાહનો સીઝ કર્યા

Share

 ૪૦ લાખની મત્તાના વાહનોને વાઘપરા પાસે રખાયાં
ભરૂચ
ભરૂચના ભુસ્તર વિભાગની ટીમ ઝઘડિયાના વાઘપુરા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચાર વાહનોમાં ગેરકાયદે રીતે રેતી લઇ જવાતી હોવાનું જણાતાં ટીમે કુલ 40 લાખના ચારેય વાહનો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છ.
ભરૂચ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલા
 વાઘપુરા રોડ પર આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ચાર વાહનોમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરાતું હોવાનું ધ્યાનમાં આવતાં તમામ 4 ટ્રક જપ્ત કરી હતી.પોલીસે તેની પાસે રેતીના વહન માટેના પરવાના તેમજ દસ્તાવેજી પુરાવા માંગતાં તેમની પાસેથી કાંઇ નહીં મળતાં ટીમે કુલ ૦૪ ટ્રક ઝડપી પાડ્યાં હતાં. વાહનો સીઝ કરી  જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોક, મોજે. વાઘપુરા રોડ, તા. ઝગડિયા, જી.ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાણ ખનિજ વિભાગ દ્વારા ટ્રક માલિક સહિત તેઓ જ્યાંથી રેતી ભરી લાવતાં હતાં તે લીઝ ધારકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસ તંત્રએ લોકોને માસ્ક આપી કોવિડની સમજણ આપી.

ProudOfGujarat

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!