Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે

Share

અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે. દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફરોન -મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફ ના માર્ગ નો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ટૂંકમાં નાળા ની કામગીરી શરુ કરવામાં આવશે.

અંકલેશ્વર માંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ એન.એચ. 64 પર બોરભાઠા બેટ થી ભરૂચ નાકા માર્ગ પર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે નું નાળું જર્જરિત હોય જે અંગે રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટ કચેરી સુરત દ્વારા માર્ગ બંધ કરી રીપેરીંગ વર્ક કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર ને જાણ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે પત્ર લખ્યો હતો. જેમાં 238/200 થી 238/400 વચ્ચે સ્લેબ કલવર્ટ આવ્યું છે જે સ્લેબ ક્લેવર્ટ જૂનું અને જર્જરિત અને બ્રિક મેશનરી થી બનેલું છે. જે સ્ટ્રકચર ની સાઈડ માંથી ઈંટો પડી ગયેલી છે. આ નાળા ની કામગીરી સાથે સાથે રસ્તો 5.05 મીટર પહોળો કરવા માટે ટેન્ડર કામગીરી કરી સરળ દ્વારા રોડ બનાવવા મંજૂરી આપી છે. જે સ્ટ્રક્ચર કામગીરી શરુ કરવા માટે આગામી 17 મી નવેમ્બર ના રોજ બંધ કરી ડાઈવર્ઝન આપવા જિલ્લા વહીવટી તંત્ર ને જાણ કરતા તેના દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ ને ત્વરિત અસર થી બંધ કરવા તાકીદ પોલીસને કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ને લગતાં સારા સમાચાર સિવિલનાં સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાનાં યુવકનાં બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ.

ProudOfGujarat

आमिर खान ने लॉन्च की मंजीत हिरानी की किताब ‘हाऊ टू बी ह्यूमन’!

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!