Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના તવરા મંગલમઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો

Share

જૂના તવરામાં નર્મદા નદીના કિનારે આવેલાં મંગલમઠ ખાતે પહેલીવાર ગામના જ આગેવાન જયરાજસિહ પરમાર ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખના હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૧૮મી નવેમ્બરથી ૨૯મી નવેમ્બર સુધી રોજ સવારે ૧૦ વાગ્યેથી સાંજે ચાર વાગ્યા સુધી કેમ્પ યોજાશે. કેમ્પમાં દવા વિના ઓપરેશન વિના કે આડઅસર વિના જ સારવાર કરવા માટેનો કેમ્યો યોજવામાં આવ્યો છે. કેમ્પમાં વેરિકોઝવેન સાયટીકા ઘૂંટણનો દુ:ખાવો દૂર કરવા તેમજ ઉપરાંત સ્નાયુઓનો દુ:ખાવો, ડાયાબિટીસ બ્લડપ્રેશર, ગોટલાં ગઢવા, પેરાલિસીસ, ઉપરાંત ઉંઘ ના આવવી. જેવી બિમારીઓની નિ:શુલ્ક સારવાર તવરા મંગલમડ ખાતે યોજાનારા ૯ દિવસ સુધી દર્દીઓને તપાસવા સાથે તેમને દવા આપવામાં આવશે. કેમ્પનો પ્રારંભ જૂના તવરા મંગલમઠના મહંતશ્રી ચેતનદાસ સાહેબ તેમજ ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ વિશેષ હાજર રહ્યાં હતાં. તેમજ દર્દીઓને તમામ સહુલિયતો મળી રહે તેની તકેદારી રાખી હતી.

Share

Related posts

ઝગડીયા તાલુકાના પાણેથા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો..

ProudOfGujarat

શશાંક ખેતાન, મૃગદીપ લાંબા, એકતા આર. કપૂર અને મહાવીર જૈનના પારિવારિક આનંદમાં હાજરી આપે છે

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે આરોગ્ય વર્ધક મંડળ દ્વારા ફિઝિયોથેરાપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!