Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ અંક્લેશ્વરના નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી નિયમિત ટ્રેન ફાળવો : સાંસદ

Share

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સાંસદ સભ્યોની રેલવેને લગતાં પ્રશ્નો અંગે મિટીંગ મળી

ભરૂચ

Advertisement

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સાંસદ સભ્યોની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રેલવે વિભાગના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા સાથે રેલવેની સુવિચાને સારી કેવી રીતે કરી શકાય તે માટે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ રેલવે સ્ટેશને લિફ્ટ-એસ્કેલરેટરની કામગીરી જલદી પુર્ણ થાય તેમજ ભરૂચ અંક્લેશ્વરના નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી નિયમિત ટ્રેન ફાળવાય તે સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સંલગ્ન સાંસદો વચ્ચે ખાસ બેઠક મળી હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવે, સુર્યનગરી એકસપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ એકસપ્રેસ ટ્રેનને પણ ભરૂચમાં સ્ટોપેજ આપવામાં આવે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ અંકલેશ્વર ઔધ્યોગિક વસાહતો છે. ત્યારે સુરત ભરૂચ વચ્ચે અપડાઉન કરતાં કંપની કર્મચારીઓ વધુ છે. ત્યારે તેમના માટે સાંજે દથી ૯ના સમયમાં રેગ્યુલર ટ્રેન ફાળવવામાં આવે. રેલવે સ્ટેશન ખાતે ગોકુળગતિએ ચાલી રહેલી લિફ્ટ અને એસ્કેલેટરની કામગીરી ઝડપી પુર્ણ થાય તે માટે રજૂઆત કરવા સાથે કોરોના કાળ દરમિયાન ભરૂચથી દહેજ અને અંક્લેશ્વરથી રાજપીપળા વચ્ચેની બંધ થયેલી ટ્રેનો પુનઃ શરુ કરવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લો વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. ત્યારે રેલવે એ તેનો આધારસ્તંભ છે. સમયસર સુવિધા મળશે તો સ્થાનિક લોકો જ નહીં ઉદ્યોગો અને પર્યટન ક્ષેત્રને તેનો લાભ મળશે. ઉપરાંત ટ્રેક અપગ્રેડેશન, ઓવરબીજ અને અંડરપાસ સહિતના પ્રોજેક્ટો ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.

રેલવેની સુવિધાથી ભરૂચ-નર્મદા જિલ્લાને લાભ થશે

રેલવે વિભાગ દ્વારા ભરૂચ અને નમંદા વિસ્તારમાં રેલવેની સુવિધામાં વધારો કરવો જરુરી બન્યો છે. વિકાસના ગતિમાં બન્ને જિલ્લાના લોકોને જોડી શકાય તે માટે તમામ પ્રયાસ કરવા જરુરી છે. ત્યારે રેલવેની સુવિધામાં વધારો કરવાથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ સ્થાનીકોને રોજગાર, વેપાર તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ નવો વેગ મળી શકશે..મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ.
સાંસદે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી

સાંસદ મનસુખ વસાવાએ તેમની રજૂઆતમાં ઉમેર્યું હતું કે, ઘણા સ્ટેશનો પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નવા એફઓબી બનાવવા, જૂના એફઓબીને વિસ્તૃત કરવા સાથે લાઈટીંગ સુરક્ષાથી સજજ કરવા, સ્ટેશનો પર વેઈટીંગ હોલ, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, શૌચાલય, વાયકાઈ, એસ્કેલેટર લિફ્ટ જેવી સુવિધા વધારવી જોઈએ.


Share

Related posts

ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

જ્યોર્જિયાએ ભારતીય ડિઝાઈનર રોઝી અહલુવાલિયાના પરંપરાગત લહેંગામાં રેમ્પ પર અભિનય કર્યો

ProudOfGujarat

ભરૂચ : જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!