Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુગલે ટ્રેન નીચે આપઘાત કરવાના કેસમાં મૃતક યુવતિના ભાઈ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

Share

ભરૂચ રેલવે સ્ટેશને એક મહિના પહેલાં ગરીબ રથ ટ્રેન સામે પડતું મુક્યું હતું

ભરૂચ.

Advertisement

ભરૂચ રેલવે સ્ટેશનના દક્ષિણ છેડે બ્રીજ પહેલાં એક યુગલે મહિના પહેલાં ગરીબ રથ ટ્રેન સામે પડતું મુકી આપઘાત કર્યો હતો. મામલામાં તપાસ કરતાં યુવાન મુળ એમપીનો હોવાનું અને હાલમાં દહેજ ખાતે રહી કંપનીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડયું હતું. મૃતક યુવતિને તે બીજી પત્ની તરીકે રાખતો હતો. જેના કારણે તેનો ભાઈ તેમને બન્નેને ફોન પર વારંવાર ધાકધમકીઓ આપી હેરાન કરતો હતો. જેથી તેના ત્રાસથી દુષ્યેરિત થઈ આપઘાત કર્યો હોવાની ફરિયાદ મૃતક યુવાનના ભાઈએ રેલવે પોલીસ મથકે કરી છે.

ભરૂચ રેલવે સ્ટેશને એક મહિના પહેલાં પ્લેટ ફોર્મ નંબર ૩ના દક્ષિણ છેડે બીજ પહેલા ડાઉન લાઈન પરથી જતી ગરીબ ૨થ એક્સપ્રેસ ટ્રેનની સામે એક યુગલે પડતું મુકતાં યુવાનનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે યુવતીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા લઈ જતી વેળાં રસ્તામાં મોત થયું હતું. ટીમે મૃતકના પરિવારજનોને શોધવાની કવાયત હાથ પરતાં મૃતક યુવાનનો મોટો ભાઈ દહેજ ખાતે કામ કરતો હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેમનો સંપર્ક કરી હકિકતથી વાકેફ કરતાં તેઓ તુરંત ભરૂચ દોડી આવ્યાં હતાં.

મૃતકના ભાઈ રાવેન્દ્ર રાજેન્દ્ર નામદેવે કેફિયત રજૂ કરી હતી કે, મૃતક તેનો નાનો ભાઈ કપીલ છે. કપીલના ગત ૧૬મી ફેબ્રુઆરીએ સાક્ષી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તે દહેજની ડોર કેટલ કંપનીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.દરમિયાનમાં તેને એમપીના જ હરીહર નામદેવની પુત્રી સીમુ સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે તેને બીજી પત્ની તરીકે લાવી સાથે રાખી હતી. જોકે, સીમુના ભાઈ પ્રકાશને તે પસંદ ન હોવાથી તે અવારનવાર તેમને ફોન પર ધાકધમકીઓ આપતો હતો. દરમિયાન ગત ૧૬મી ઓક્ટોબરે તેના ઘરે આવી ધમકી આપી હતી. જેથી પ્રકાશની ધાકધમકીથી ઘરના બધા સભ્યો ગભરાયેલાં હતાં. પ્રકાશે તેમને તેની બહેનને પાછી મુકી જા નહી તો પરિવારજનોને જાનની મારી નાંખીશ તેવી ધમકીઓ આપતાં કપીલ તેને પરત મુકવા જઈ રહ્યો હતો. જોકે સીમું જવા માંગતી ન હતી. દરમિયામાં તેઓ દહેજથી ટ્રેન પકડવા ભરૂચ આવ્યાં હતાં. જ્યાં તેમણે આખરે પ્રકાશની દુષ્પ્રેરણાને કારણે આપઘાત કર્યો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ પરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

ઉમરપાડા અને માંડવી ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી થશે.

ProudOfGujarat

માંડવીમાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ અસેસમેન્ટ કેમ્પ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!