Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં જ્યોતિનગર-હયાત હોટલનો રોડ ૨૨મી ડિસેમ્બર સુધી વન-વે

Share

મક્તમપુર-ઝાડેશ્વર રોડ પર પેવરબ્લોકની કામગીરી કરાશે

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરમાં આવેલાં મક્તમપુર- ઝાડેશ્વર રોડ પર બૌડા દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરુ કરવામાં આવનાર હોવાથી જયોતિનગરથી હયાત હોટલ તરફ જવાના રોડને આગામી ૨૨મી ડિસેમ્બર સુધી એક સાઈડ ચાલુ રાખવા માટેનું જાહેરનામું બહાર પડયું છે.

ભરૂચમાં પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભોલાવ મક્તમપુર- ઝાડેશ્રવ રોડ પર પેવરબ્લોક બેસાડવાની કામગીરી શરુ કરવામાં આવનાર છે. ત્યાર આ રોડ પર ઝાડેશ્વરથી જ્યોતિનગર થઈને હયાત હોટલ તરફ આવતાં વાહનોની અવર-જવર દિવસ તેમજ રાત્રીના સમયે પુષ્કળ હોવાને કારણે રોડની કામગીરી થઈ શકે તેમ ન હોવાથી ભોલાવ જ્યોતિ નગરથી હયાત હોટલ તરફ આવતાં જતાં વાહનોને જ્યોતિનગર જંક્શન બંધ કરવા સાથે વાહનોને ડાયવર્ટ કરાયાં છે. જોકે આ રોડ પર આવેલી સોસાયટીઓમાં અવર જવર કરવા માટે દ્વિચક્રિય વાહનોને એક તરફનો રોડ ચાલુ રાખવામાં આવશે. આગામી ૨૨મી ડિસેમ્બર સુધી વાહનોને ડાયવર્ટ કરવાનો હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કર્યો છે. જેમાં ભારે વાહનોને જ્યોતિનગર જંક્શનથી બંધ કરી ટ્રાફિકને જ્યોતિનગરથી મક્તમપુર થઈ કસક સર્કલ થઈને કોલેજ રોડ પર ડાયવર્ટ કરવામા આવ્યો છે. જોકે રોડ પર આવેલી સોસાયટીઓમાં અવરજવર કરવા માટે એક તરફના રોડને દ્વિચક્રીય વાહન માટે ખુલ્લો રાખ્યો છે.


Share

Related posts

છોટાઉદેપુર નગરના લોકોના કરરૂપી નાણાંનો વેડફાટ કરતી નગરપાલિકા.

ProudOfGujarat

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા લાલબજાર પ્રાથમિક શાળા ખાતે વોર્ડ નં. ૧૦ અને ૧૧ માટે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!