Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિવૃત્ત શિક્ષક દંપતિ પુત્રીના ત્યાં ગયો ને તસ્કરો ઘરમાંથી ૨.૬૬ લાખની ચોરી કરી ફરાર

Share

નેત્રંગના જીનબજાર વિસ્તારમાં બનેલી ઘટના

ભરૂચ

Advertisement

નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતાં નિવૃત્ત શિક્ષક રણછોડ વસાવા તેમજ તેમની પત્ની તેમની પુત્રીના લગ્ન થઈ ગયાં હોય તેમજ પુત્રનું એક વર્ષ પહેલાં બિમારીના કારણે અવસાન થયું હોવાથી બન્ને ઘરે એકલાં રહેતાં હતાં. દરમિયાનમાં ગત ૯મી નવેમ્બરે બપોરના ત્રણેક વાગ્યે તેમની ટુ-વ્હિલર લઈને ભરૂચ ખાતે રહેતી તેમની પુત્રીને ત્યાં તેને મળવા માટે ગયાં હતાં.

અરસામાં ૧૪મી નવેમ્બરે તેમના પાડોશીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તમામ વર નાનુ વસાવા દૂધ આપવા ગયો ત્યારે તમારા દરવાજાનો નકૃતો તોડી તાળુ બહાર પડેલ હોવાનું જણાયું હતું. તેમણે ગત રાત્રે એટલે કે ૧૩મી નવેમ્બરે રાત્રીના નવેક વાગ્યે તાળું મારેલું જોયું હતું. તેમની વાત સાંભળીને તેઓ તુરંત નેત્રંગ તેમના થરે પહોંચ્યાં હતાં. તેમણે તપાસ કરતાં જણાયું હતું કે, ઘરનો નકુચો કોઈ અધિવાર વડે કાપી તાળું બહાર કાઢી દરવાજો ખોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોનાચાંદીના દાગીના તેમજ રોકડાં ૨૫ હજાર મળી કુલ 2.66 લાખથી વધુની મત્તાની ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયાં હતાં. બનાવને પગલે તેમણે નેત્રંગ પોલીસ મથકે કરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાય ધરી છે.


Share

Related posts

ઝઘડિયા ખાતે કરોડોના ખર્ચે બનેલી ગટર લાઇનનું વર્ષોથી મોટાપાયે લીકેજ થતાં જનતામાં રોષ…

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!