Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની ગોયાબજાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને કલા ઉત્સવમાં લોકવાદ્ય સંગીતમાં તૃતીય સ્થાન

Share

ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર વરસાવી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

અંકલેશ્વર તા. 21

Advertisement

અંકલેશ્વરની સરકારી શાળામાં અભ્યાસ કરતા એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ અગાઉ યોજાયેલી કલા કુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાદ્ય વર્ગમાં પોતાની અનોખી કલાકારીએ સૌનું ધ્યાન ખેંચી લીધું.ટાઇલ્સના બે ટુકડાઓના સહારે લોકવાદ્યના આભાસ સાથે તેણે એવા મધુર સુર પાથર્યા કે ઉપસ્થિત દર્શકો ક્ષણભર મંત્રમુગ્ધ બની રહ્યા.તેની આ સર્જનાત્મક કલાને નિષ્ણાતોએ તૃતીય સ્થાન આપીને બિરદાવ્યો હતો રાજસ્થાનમાં પરંપરાગત લોકકલાકારો આવા સાધન વડે સંગીત પ્રસ્તુત કરતા જોવા મળે છે,જ્યારે દેશની વિવિધ ટ્રેનોમાં ટાઇલ્સ વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવનારા બાળ કલાકારો પણ ઘણા વખત નજરે ચઢ્યા છે આવા સમયમાં ઇલેક્ટ્રોનિક વાદ્યોના પ્રભુત્વ વચ્ચે અંકલેશ્વરના ગરીબ પરિવારમાં જન્મેલા આ ૭ વર્ષીય બાળકની આવું લોકવાદ્ય રચવાની કલાએ સૌને અચંબિત કર્યા ચાની લારી ચલાવી ગુજરાન કરાવતા પિતાના આ પુત્ર દેવ અજય વસાવા ધોરણ ૭માં ગોયાબજારની કુમાર શાળામાં અભ્યાસ કરે છે તેણે ટાઇલ્સના ટુકડાઓને લોકવાદ્યના સ્વરૂપમાં ફેરવી પરંપરાને એક નવો કલાત્મક આકાર આપ્યો છે અગાઉ યોજાયેલા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં દેવએ પોતાની આ અનોખી કલા પ્રસ્તુત કરતાં જ નિર્ણાયકો પણ તેની કુશળતાથી પ્રભાવિત થયા.લુપ્તપ્રાય લોકવાદ્યની શ્રેણીમાં તેને તૃતીય ક્રમાંક આપી સંગીતક્ષેત્રે આગળ વધવા યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.


Share

Related posts

વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ

ProudOfGujarat

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

ProudOfGujarat

સુરત કોરોના વાઇરસને લઈ લગ્ન સ્થગિત 29 મી માર્ચે લગ્ન હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!