Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ ના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત

Share

હાંસોટ ના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું હતું હાંસોટ પોલીસે મૃતક મહિલા ની ઓળખ ની તજવીજ શરૂ હતી તો અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર- હાંસોટ સ્ટેટ હાઈવે પર શેરા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતક મહિલાની ઓળખ થઇ શકી નથી. હાંસોટ પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લોકડાઉનનો આઠમો દિવસ કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને તંત્રને સહયોગ આપવા પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની એકસૂરે અપીલ કરી.

ProudOfGujarat

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

ગુજરાતમાં ત્રણ મહિનામાં 501 પ્રોજેક્ટ્સમાં રૂ. 13,500 કરોડથી વધુ રોકાણ થયું , જાણો એવું તો શું નિર્માણ પામી રહ્યું છે…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!