Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શખ્સે વેચેલાં મોબાઇલમાંથી તેની પુત્રીનો ફોટો મેળવી તેને અશ્લિલ બનાવી વાયરલ કર્યો

Share

મોબાઈલ વેચ્યા તો ઈસમ દીકરીના ફોટો જોડે ન્યૂડ ફોટો મૂકી વાયરલ કરી દીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુના ફોન ના તમામ આઈ.ડી. તેમજ જી.મેઈલ એકાઉન્ટ હેક કરી તૂટેલી ડિસ્પ્લે ના 15 હજાર રૂપિયા માંગ્યા હતા. રૂપિયા ના આપ્યા તો અભદ્ર ફોટો બનાવી પરિવાર ના સભ્યો અને મિત્ર મંડળ ના વાયરલ કરી દીધા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક નો જૂનો ફોન વેચાણ કર્યો હતો. જે ફોન માંથી શિક્ષક ના તમામ આઈ.ડી. તેમજ જી.મેઈલ એકાઉન્ટ હેક કરી ફોન ની ડિસ્પ્લે તૂટેલી છે જણાવી 15000 રૂપિયા ની માંગણી કરી હતી જે રૂપિયા શિક્ષકે ના આપતા તેમના માટે આ આફતરૂપ બની હતી.પરીક્ષિત સિંધ ( ટીચર )   તેમની દીકરી ના ફોટો જોડે ન્યૂડ અભદ્ર ફોટો જોડીને તેમની જ દીકરી ના મોબાઈલ પર તેમજ પરિવાર નજીકના મિત્રો ના મોબાઈલ ફોન પર વોટ્સએપ  તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.  જે અંગે ટ્યૂશન શિક્ષક દ્વારા અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે પોતાના જુના ફોન વેચતા પૂર્વે તેમાં રહેલા દેતા ડીલીટ કરવા સાથે ફોન રિબુટ કરવો જરૂરી બન્યો છે. નહિ તો તેનો અન્ય ગેર લાભ ઉઠાવી શકે છે. તેઓ આ કિસ્સો ચોંકાવનાર બન્યો છે. જેને લઇ સભ્ય સમાજ માં દીકરી ના બદનામી થી શિક્ષક પિતા પણ ચિંતિત બની ઉઠ્યા છે.

Advertisement

Share

Related posts

શીતળાસાતમ ગયા બાદ પણ ઝધડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સીંગતેલ નથી આવ્યુ-તુવેરદાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં

ProudOfGujarat

ભરૂચ : સોશિયલ મિડીયાનાં વધેલા વ્યાપે પત્રકારત્વનાં મૂળભૂત સિદ્ધાંતો વિસરાયા ?

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!