ભરૂચની મેઘવાલ સોસાયટી પાસેની ઘટના
વડોદરાના દારૂના સપ્લારને વોન્ટેડ જાહેર કર્યો
ભરૂચ.
ભરૂચ સિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેઘવાલ સોસાયટી પાસે કચરાના ઢગલામાં દારૂનો જથ્થો સંતાડી ગૌતમ જાદવ નામનો શખ્સ દારૂનો વેપલો કરે છે.જેથી ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતાં બે શખ્સો મળી આવ્યાં હતાં. તેમના નામઠામની પુરપરછ કરતાં એકનું નામ ગૌતમ કેસવ જાદવ (રહે. મેઘવાલ સોસાયટી, તેમજ બીજાનું નામ રામ સોમા માછી (રહે. રામ સોમા માછી, હોવાનું જણાયું હતું. ટીમે જગ્યામાં ચેકિંગ કરતાં. ત્યાંથી કુલ 2.10 લાખ મત્તાનો વિદેશીદારૂ મળી આવ્યો હતો. ટીમે એક મોબાઇલ જ દારૂનો જથ્થો મળી કુલ 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ઉલટ તપાસ કરતાં તેમણે કબુલ્યું હતું કે, વડોદરાના મિત ભુપેન્દ્ર પટેલ નામનો શખ્સ તેમને દારૂ સપ્લાય કરતો હતો. જેના પગલે ટીમેે ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
