Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરના નર્મદા પાર્કમાં લગ્ન પ્રસંગને કારણે પાંચ દિવસ પ્રજાને નો – એન્ટ્રી

Share

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા પાર્ક હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. પેહલા આ પાર્ક ભરૂચ – અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાના તાબા હેઠળ હતો. જોકે વર્ષ 2023 ના મહાવિનાશક પુર બાદ નદી કિનારે રહેલો નર્મદા પાર્ક વેરાન અને ઉજ્જડ બની ગયો હતો. બૌડા દ્વારા આ નર્મદા પાર્કને ભરૂચ જિલ્લા પંચાયતને હસ્તાંરીત કરવામાં આવતા વિવાદો શરૂ થઈ ગયા હતા. નર્મદા પાર્કની એન્ટ્રી ફી સીધી ડબલ કરી દેવાય હતી. પ્રવેશ ફી ₹10 થી વધારી સીધી જ ₹20 કરી દેવામાં આવી હતી. પ્રજા દ્વારા સરકારી બગીચાની ₹20 ની બેગણી કરાયેલી ફી નો જોરદાર વિરોધ કરવામાં આવતા ફરી પ્રવેશ ફી 10 રૂપિયા કરાઈ હતી.
ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કનો કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં કોન્ટ્રાકટરને સરકારી બગીચામાં છુટા હાથે ખાનગી કાર્યક્રમોની લ્હાણીનો જાણે છૂટો દોર અપાયો છે. તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગઇકાલે રવિવાર હતો અને કેટલાય પરિવારો બાળકોને લઈ નદી કિનારે આ સરકારી બગીચામાં આવ્યા હતા. જોકે ગેટ બહાર જ ઉભેલા ખાનગી સિક્યોરિટી ( બાઉનસરો) એ તેમને બગીચામાં પ્રવેશવા જ દીધા ન હતા.  કારણ હતું. નર્મદા પાર્કમાં કોઈ રાજપરડીના માલેતુજાર પરિવારના લગ્નનું અયોજન. જેના માટે શાહી શમિયાણું સજાવાયું હતું. અને પબ્લિક  ગાર્ડન એવો નર્મદા પાર્કમાં પબ્લિક માટે જ પાબંદી લગાવાઈ દીધી હતી. નર્મદા પાર્ક આગામી 5 દિવસ માટે લગ્નો માટે આપી દેવાયો છે. આ લગ્નોની સરકારી બગીચામાં હારમાળામાં ભાજપના આગેવાનોના પરિવારના પણ હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે પ્રજા સવાલ ઉઠાવી રહી છે કે, શું પૈસા અને પાવર હોય તો સરકારી પબ્લિક પાર્કમાં પણ લગ્નના માંડવા બંધાઈ શકે. અને પ્રજા માટે પ્રવેશબંધી ફરમાવી દેવાઈ. સોમવારે નર્મદા પાર્કમાં જિલ્લા પંચાયતના કોઈ સદસ્યના જ સંતાનના મેરેજ હતાં.

Share

Related posts

સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.

ProudOfGujarat

ડભોઈની માઁ ભારતી સેવા સમિતિ દ્વારા ગૌરી વ્રતનાં તહેવારને લઈ શ્રમજીવી વિસ્તારમાં ડ્રાયફુટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપલા નજીકના રસેલા પાસેની હોટલ પાસે ટ્રકમાંથી થયેલી 25 લાખની લૂંટના બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!