Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી પુર્ણ

Share

ગટર કનેકશન જોડાણ બાકી હોય તેવા ગ્રાહકોને કનેકશન મેળવવા તાકિદ

ભરૂચ

Advertisement

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લી.ગાંધીનગર દ્વારા કમિશન કરવામાં આવેલ ૦૩ અન્ડરગ્રાઉન્ડ ટ્રેનેજ પ્રોજેક્ટ અને ૦૧ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં કાર્યરત છે તેમજ અમૃત ૨.૦ યોજના હેઠળ બાકી રહેલ વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ ટ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. વધુમાં ભરૂચ નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી યોજના અંતર્ગત ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક મિલકતોના ગટર કનેક્શનોનું જોડાણ મુખ્ય ગટર સાથે કરવાનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે.

એનજીટીની ગાઈડલાઈન તેમજ સરકારની સુચના મુજબ જે વિસ્તારમાં અંડરસાઉન્ડ ટ્રેનેજ વાઈન તેમજ હાઉસ ચેમ્બરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તે વિસ્તારની રહેણાંક મિલકતોએ વપરાશી પાણી તેમજ સુએઝનો નિકાલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં કનેકશન આપી ફરજીયાત પણે કરવાનો થાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી યોજના અંતર્ગત જે તે રહેણાંક સુધી નાખવામાં આવેલ કનેક્શનમાં જે તે રહેલાંક સુધી નાંખવામાં આવેલ ટ્રેનેજ કનેકશન પાઈપલાઈન દ્વારા ફરજીયાત પણે જે તે રહેણાંક મિલકત ધારકે વપરાશી પાણી તેમજ સુએઝનો નિકાલ કરવા અંગે જણાવવામાં આવે છે.

હાલમાં જે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટ્રેનેજ લાઈન, તેમજ હાઉસ ચેમ્બરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે પરંતુ ડેનેજ હાઉસ કનેકશન પાઈપલાઈનની (રહેણાંક) કામગીરી બાકી હોય એ અત્રેની કચેરીનો સંપર્ક કરી વિનામુલ્યે ટ્રેનેજ હાઉસ કનેકશન મેળવી શકે છે. વધુમાં જીયુડીસીની ગટરલાઈનની ફરિયાદ માટે ચાલુ કામકાજના દિવસ દરમ્યાન ૭૦૧ ૯૯ ૭૨૦૧૧ નો સંપર્ક કરી શકાય છે.


Share

Related posts

ઝધડીયા : રતનપુર પ્રાથમિક શાળામાં ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત રાજપારડીની શાળાના બાળકોએ મુલાકાત લીધી.

ProudOfGujarat

પંચમહાલ : કાકણપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ…

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં અનોખી સમાજ સેવા કરનાર નબીપુરના યુવાનોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!