Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રસોઈયાની હત્યાને અંજામ આપ્યા બાદ બન્ને આરોપી નેપાલ ભાગી ગયાં હતાં 

Share

બીજા આરોપીને શોધવા, લૂંટના રૂપિયા રિકવર કરવા ટીમોને એક્ટીવ કર્યા
। ભરૂચ ।
ભરૂચના નંદેલાવ ગામે આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં અને કેટરર્સનો વ્યવસાય કરતાં પ્રકાશ પુનમાજી માલીની ગત ૧૭મી ઓગષ્ટે હત્યા કરવાના કારસામાં પોલીસે યુપીથી તેના જ કારીગર કમલાપસાદને ઝડપી લાવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર થયાં છે. પ્રાથમિક પુછપરછમાં હત્યારાઓ હત્યાને અંજામ આપ્યા બાદ નેપાલ ભાગી ગયાં હોવાની કબુલાત કમલાપ્રસાદે કરી છે. પોલીસે અન્ય હત્યારાને શોધવા તેમજ લૂંટના રૂપિયા રિકવર કરવા ટીમોને એક્ટીવ કરી છે.
ભરૂચના નંદેલાવ ખાતે આવેલી આશિવાદ સોસાયટીમાં રહેતાં અને કેટરર્સનો વ્યવસાય કરતાં પ્રકાશ પુનમાજી માલીની હત્યાના કેસમાં ભરૂચ એ ડિવિઝન પીઆઈ આર. એમ. વસાવા તેમજ એલસીબી પીઆઈ મનિષ વાળા અને તેમની ટીમે આરોપીને શોધવામાં સફળતાં મેળવી હતી. ટમે યુધીના નવાબગંજ ખાતેથી બે હત્યારા મિત્રો પૈકીના એક કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયલ વર્માને તેના ગામથી જ ઝડપી પાડયો હતો. એ ડિવઝન પીઆઈ આર. એમ. વસાવાને ચોક્કસ બાતમી મળી હતી કે, કમલાપ્રસાદ તેના ગામ આવ્યો છે. જેથી તેમણે એક પીએસઆઈ સહિત ૪ સભ્યોની ટીમને તુરંત અમદાવાદથી ફ્લાઈટ મારફતે લખનઉ રવાના કર્યા હતાં. જયાંથી તેઓએ ૧૮૦ કિમીનું અંતર કાપી રાતોરાત કમલાપ્રસાદના વતન એટલે કે યુપીના નવાબગંજથી ઝડપી પાડયો હતો. તેણે પ્રાથમિક પુછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે અને તેના મિત્ર છોટકઉં ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ હત્યાને અંજામ આપ્યા બાદ વતને પહોંચ્યાં હતાં. તેમના ગામથી નેપાલની બોર્ડર નજીક હોવાથી તેમજ નેપાલમાં તેમની રોટી-બેટીનો રિવાઝ હોવાથી તેઓ નેપાલ ભાગી ગયાં હતાં. ત્યાં ૧૫-૨૦ દિવસ રહ્યાં બાદ તેનો સાથે સલીમ સદલુ દુકાને  જઈને આઉં છું કહીને ઘરેથી નિકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જે બાદ તે છાનો છૂપો તેના વતને આવ-જા કરતો હતો. જોકે, અરસામાં પોલીસે તેને દબોચી લીધો હતો.
ઝડપાયેલાં કમલાપસાદે પ્રાથમિક તબક્કે તેઓએ ૬ લાખની જ લૂંટ કરી હોવાનું કબુલાત કરી હતી. જોકે, પોલીસ ચોપડે ૯.૫૦ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧૪.૫૫ લાખની લૂંટ થયાનું નોંધાયું છે. જેના પગલે તેનો બીજો સાગરિત સલીમ સદલુ પોલીસ સકંજામાં આવે તો સમગ્ર ઘટનામાં વધુ સ્પષ્ટતા આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે હાલમાં કરાર સલીમ સદલુને શોધવા તેમજ લૂંટમાં ગયેલો માલ રિકવર કરવા માટે ટીમોને એક્ટીવ કરી છે.
પૂર્વ આયોજિત કાવતરાની કલમનો ઉમેરો કરાયો

યુપીના નવાગંજથી ઝડપાયેલાં કમલાપ્રસાદે જણાવ્યું હતું કે, તેના મિત્ર સલીમ સદલુએ લૂંટને અંજામ આપવા માટે ઉશ્કેર્યો હતો. તેના માલિક પાસે મોટો રૂપિયો હોઈ તેને બેભાન કરી લૂંટ કરી રફુચક્કર થઈ જવાનો પ્લાન તેમણે પહેલાં જ બનાવ્યો હતો. જેના ભાગરૂપે તેમણે તેને ચ્હામાં ઘેન ચઢે તેવી દવા નાંખી પિવડાવી હોવાની પણ તેણે કબુલાત કરી છે. જેના પગલે તેમની સામે હત્યા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવા સબબની કલમનો પણ ઉમેરો કર્યો છે. - આર. એમ. વસાવા, પીઆઈ, એ ડિવિજન,


Share

Related posts

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પરના મકાનનું છજુ પડતાં નાસભાગ મચી

ProudOfGujarat

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!